Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

કોરોના વાયરસનો ભય : એપ્પલ અને ફેસબુકે કહ્યું-- ઘરેથી કામ કરે કર્મચારી

ફેસબુકે સિંગાપુર અને લંડનની ઓફિસીસને બંધ કરી દીધી

નવી દિલ્હી : એપ્પલ એન ફેસબુકે પોતના કર્મચારીઓની ચિંતા કરતા તેમને ઓફીસ આવવાના જગ્યા ઘરથી કામ કરવાનો આદેશ આપ્યો છે. એપ્પલે પોતાના સિલિકોન વેલીમાં આવેલ ઓફીમાં કામ કરી રહેલા કર્મચારીઓથી જણાવ્યું છે કે, તે ઓફીસ આવવાની જગ્યાએ ઘરથી કામ કરે. આવો નિર્ણય કોરોના વાયરસના કારણે લેવામાં આવ્યો છે. જ્યારે ફેસબુકના એક કર્મચારી કોરોનાવાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ સમાચારની પુષ્ટિ થયા બાદ ફેસબુકે પણ પોતાના સિંગાપુર અને લંડનની ઓફિસીસને બંધ કરી દેવામાં આવી છે.

ફેસબુકના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ફેસબુકના સિંગાપુરમાં આવેલ મરીના વન ઓફિસમાં શુક્રવારના કર્મચારીના કોરોના વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. એવામાં કર્મચારીઓને ૧૩ માર્ચ સુધી ઓફીસ આવવાની જગ્યારે ઘરેથી કામ કરવાની સલાહ આપી છે.

તેમને જણાવ્યું છે કે, જે કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે, તે ૨૩ થી ૨૬ ફ્રેબુઆરીની વચ્ચે લંડન ઓફિસમાં હતા. આ કારણ છે કે, સાવચેતી રાખતા લંડન ઓફીસને પણ સોમવાર સુધી સફાઈ માટે બંધ કરી દીધી હતી. આટલા દિવસ અહીંના કર્મચારી ઘરેથી કામ કરશે.

(12:00 am IST)