Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

યુપી હિંસા : બિઝનોરમાં રિકવરી નોટિસ પર હાઇકોર્ટનો સ્ટે : સરકારને પૂછ્યું- કયા નિયમ હેઠળ પોસ્ટર લગાવ્યા

સીએએ વિરુદ્ધ હિંસક પ્રદર્શન બાદ તોડફોડના આરોપીઓ સામે નોટિસ પર સ્ટે

લખનૌ : નાગરિકતા સંશોધન કાયદા (CAA) ની વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન બાદ એડીએમ બિઝનોરની તરફથી જારી કરવામાં આવેલી રિકવરી નોટિસ પર અલાહાબાદ હાઇકોર્ટે સ્ટે લગાવી દીધો છે. હાઇકોર્ટે તોડફોડના 4 આરોપીઓની વિરુદ્ધ જારી નોટિસ પર રોક લગાવી છે.

24 ફેબ્રુઆરીએ કોર્ટે ઉપદ્રવીઓની વિરુદ્ધ નોટિસ જારી કરી હતી. તેની પહેલા મોહમ્મદ ફેઝાનના મામલામાં આપવામાં આવેલા સ્ટેના આધારે હાઇકોર્ટે રોક લગાવી છે. નાગરિકતા કાયદા (CAA) ની વિરુદ્ધ 19 અને 20 ડિસેમ્બરે બિઝનોરમાં હિંસા અને તોડફોડ થઇ હતી.

   આ મામલાની હવે પછીની સુનાવણી 20 એપ્રિલે થશે. હાઇકોર્ટમાં જાવેદ, આફતાબ અને ત્રણ અન્યે અરજી દાખલ કરી છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ દીપક વર્માની ખંડપીઠે રોક લગાવી છે.

  આ પહેલા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઉપદ્રવીઓના પોસ્ટર લગાવવાને લઇને અલાહાબાદ હાઇકોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે લખનઉના પોલીસ કમિશ્નર અને જિલ્લાધિકારીને સમન પાઠવ્યું છે. કોર્ટે પૂછ્યું કે કયા નિયમ હેઠળ ફોટો લગાવવામાં આવ્યા.

(12:00 am IST)