Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

પશ્ચિમ બંગાળમાં ડાયાબિટીસના દર્દીનો કોરોના વાયરસનો ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા જ મૃત્યુ

સાઉદી અરેબિયાથી પરત ફર્યાના એક દિવસ પહેલાં તે વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો જોવાય હતા

કોલકતા : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક અલગ વોર્ડમાં રાખવામાં આવેલાં ડાયાબિટીસના દર્દીનું મોત નિપજ્યું છે.  સાઉદી અરેબિયાથી પરત ફર્યાના એક દિવસ પહેલાં તે વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા.જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોકટરોના કહેવા મુજબ તેને તાવ અને કફ હતો. જો કે, કોરોના સાથે સંકળાયેલા તેનાં રિપોર્ટ આવ્યા ન હતા.

બીજી તરફ, હેલ્થ સર્વિસના ડિરેક્ટર અજય ચક્રવર્તીનું કહેવું છે કે, જેનરલ હકનું મોત ડાયાબિટીઝથી થયું હતું. તેણે કહ્યું, 'તે ઉચ્ચ ડાયાબિટીઝનો દર્દી હતો અને ઇન્સ્યુલિન પર હતો.

તે સાઉદીથી પરત આવ્યો હતો અને ત્રણ-ચાર દિવસ સુધી ઇન્સ્યુલિનના પૈસા નહોતા. તેણે કહ્યું, 'તેને તાવ અને ઉધરસ-શરદી હતી.

ગઈકાલે તેમને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એક અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા અને આજે તેનું અવસાન થઇ ગયું.

અમે તેમના મેડિકલ ટેસ્ટ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. નોવેલ કોરોના વાયરસને કારણે તેનું મૃત્યું થયું હોય તેવું લાગી રહ્યું નથી.

(12:00 am IST)