Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

મોદી સરકારના જોબ પોર્ટલ પર એક કરોડથી વધુ બેરોજગારોએ નોકરી માંગી :

સરકારે 67,99 લાખ નોકરીની આપી સૂચના : કેટલાને મળી ? આંકડો ઉપલબ્ધ નથી

નવી દિલ્હી : મોદી સરકારના જોબ પોર્ટલ પર એક કરોડથી વધારે બેરોજગારોએ નોકરીની અપીલ કરી છે. આના જવાબમાં અત્યાર સુધીમાં મોદી સરકારે 67.99 લાખ નોકરીઓની સૂચના પોર્ટલ પર મુકી છે. અત્યાર સુધી તેમાંથી કેટલી નોકરીઓ નોંધાયેલા બેરોજગારોને મળી તેનો આંકડો સરકારના પોર્ટલ પર ઉપલબ્ધ નથી.

  શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે  લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ કરી ચુક્યા છે કે, નેશનલ કરિયર સર્વિસ (એનસીએસ) પોર્ટલ દ્વારા કેટલા લોકોને નોકરી મળી છે. તેના આંકડા નથી રાખવામાં આવતા. પરંતુ આ પોર્ટલ પર રજિસ્ટર્ડ વેકન્સી અને નોંધાયેલા બેરોજગારોના આંકડા રહે છે. મોદી સરકારે નોકરીઓ માટે ઠેર-ઠેર ભટકી રહેતા બેરોજગારોને અને સારા કર્મચારીઓની શોધ કરી રહેલી સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે 2015માં આ ખાસ પહેલ કરી હતી.

 આ પોર્ટલ પર બેરોજગાર પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ લખી પોતાની પ્રોફાઈલ બનાવે છે. તો નોકરી આપતી કંપનીઓ પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે. કોઈ પણ નોંધાયેલા બેરોજગારો તે ક્લિક કરી પોતાના લાયક નોકરી અને સંસ્થાઓની જાણકારી લઈ શકે છે. વર્ષ 2015થી અત્યાર સુધી આ પોર્ટલ પર નજર નાખીએ તો દાવેદારોની તુલનામાં નોકરી સર્જનની સ્થિતિ સંતોષજનક નથી.

(12:00 am IST)