Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

60 વર્ષના કોંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનિકે મિત્ર સાથે લગ્ન કર્યા : અભિનંદન વર્ષા

નવી દિલ્હી : કોંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનિકે 60 વર્ષની વયે રવિવારે વિવાહ કર્યા હતા વાસનિકના નજીકના સૂત્રો મુજબ વાસનિકે દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં રવીના ખુરાના સાથે લગ્ન બંધને બંધાયા છે

 સૂત્રો મુજબ પૂર્વ કેન્દ્રીયમંત્રી વાસનિક અને રવીના જુના મિત્રો છે અને હવે બંનેએ લગ્નનો નિર્ણંય કર્યો હતો,રવીના એક ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત બતાવાઈ રહી છે,રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત,કોંગ્રેસના વરિષ્ટ મેટા એહમદ પટેલ,અંબિકા સોની,બીકે હરિપ્રસાદ અને આનંદ શર્મા નવદંપતિને શુભેચ્છા આપવા પહોંચ્યા હતા

(12:00 am IST)