Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

આંતરરાષ્‍ટ્રીય ફલાઇટ્સના ટ્રાન્‍ઝિસન માટે પાક. હવાઇ સીમા ૧૧ માર્ચ સુધી બંધ : અેકસપ્રેસ ટ્રિબ્‍યુનનો અહેવાલ

 પાકિસ્તાને શનિવારે પોતાની આંતરાષ્ટ્રીય હવાઈ સીમામાંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું આવનજાવન 11મી માર્ચ સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી. મીડિયા અહેવોલ મુજબ પાકિસ્તાન સિવિલ એવિએશન ઑથોરિટીએ જણાવ્યું હતું કે આંતરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ટ્રાન્ઝિસન માટે પાકિસ્તાનની હવાઈ સીમાં 11મી માર્ચ સુધી બંધ રહેશે.
જોકે, પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી કે તેની ઉતર અને દક્ષિણ દિશામાંથી પસાર થતા પ્લેન પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય હવાઈ સીમામાંથી પસાર થઈ શકશે. 27મી ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા હવાઈ યુદ્ધ બાદ પાકિસ્તાનને હજુ પણ ભારતના હુમલાનો ડર સતાવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આજે સવારે રાજસ્થાનના શ્રીગંગા નગરમાંથી પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવાની ઘટના બની છે, આ સ્થિતિમાં પાકિસ્તાન કોઈ પણ પ્રકારનું જોખમ લેવા ન માંગતું હોય તેવું જણાઈ રહ્યું છે.
પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય હવાઈ સીમાં બંધ રહેવાના કારણે એશિયા અને યૂરોપ વચ્ચેનો હવાઈ યાતાયાત ખોરંભાયો છે. હજારો પેસેન્જરોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. પાકિસ્તાન અને ભારત બંનેએ એક બીજાના ફાઇટર પ્લેન તોડી પાડ્યા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતના પાયલટનું લેન્ડિંગ અને વિંગ કમાન્ડર અભિનંદનના છૂટકારા સુધીના ઘટનાક્રમમાં બંને દેશોનો હવાઈ વ્યવહાર સૌથી વધુ પ્રભાવિત થયો છે.

 

(11:11 pm IST)