Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ઈમરાનને અયોગ્ય ઠેરવવા માટે લાહોરમાં અરજી થઈ

પાકિસ્તાની વડાપ્રધાનની મુશ્કેલીમાં વધારો : ઈમરાનખાને અયોગ્ય જાહેર થશે તો વડાપ્રધાનની ખુરશી પર ખતરો હોઈ શકે : બંધારણની જોગવાઈનો ભંગ થયો

લાહોર, તા. ૯ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નવા વિવાદમાં ફસાઈ ગયા છે. ઈમાનદાર અને પારદર્શક નહીં હોવાનો આક્ષેપ કરીને લાહોર હાઈકોર્ટમાં તેમને હોદ્દા માટે અયોગ્ય ઠેરવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની વડાપ્રધાને ૨૦૧૮ની ચુંટણીના પોતાના અરજીપત્રમાં પૂર્વ પાર્ટનરની સાથે થયેલી તેમની પુત્રી અંગે માહિતી આપી ન હતી. હાઈકોર્ટે સોમવારના દિવસે આ મામલામાં સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. ઈમરાનને અયોગ્ય ઠેરવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આની સાથે જ વડાપ્રધાન તરીકેની ખુરશી ઉપર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. આજે હાઈકોર્ટે આ અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી હતી. આમાં માંગ કરવામાં આવી છે કે પાકિસ્તાની બંધારણની કલમ ૬૨ અને ૬૩ની જોગવાઈનો ભંગ કરવા બદલ ઈમરાનખાનને અયોગ્ય જાહેર કરવામાં આવે. પાકિસ્તાનના બંધારમ હેઠળ સંસદના સભ્ય બનવાની પૂર્વ શરત હોય છે. વ્યક્તિ ઈમાનદાર અને પારદર્શક હયો તેવી શરત રાખવામાં આવે છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખાને ૨૦૧૮ની સામાન્ય ચુંટણીના સમયે જે અરજીપત્ર ભર્યા હતા તેમાં પોતાની પુત્રી ટાયરીયન ઝેડખાનનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આ રીતે બંધારણની કમલનો ભંગ કરવામાં આવ્ય હતો. ટાયરીયન એનાલુસીયાની પુત્રી છે. એમ કહેવામાં આવે છે કે ટાયરીયન ઈમરાનખાનની પુત્રી છે. પાકિસ્તાની અખબારના રિપોર્ટમાં જણાવાયું છે કે ઈમરાને અરજીપત્રમાં પોતાના આશ્રિતોમાં ટાયરીયનનો ઉલ્લેખ કર્યો ન હતો. જાન્યુઆરી મહિનામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે આવી જ એક અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલો વ્યક્તિગત મામલો છે. જોકે ફરી એકવાર અરજી દાખલ કરાતા ઈમરાનની પરેશાની વધશે.

 

(7:32 pm IST)