Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અફઘાનિસ્તાનમાં 7,5 અબજ ડોલરની ગેસ પાઇપલાઈનની ભારતની યોજનાને તાલિબાની સંગઠને પણ આપ્યું સમર્થન

વર્ષોથી લટકેલા પ્રોજેક્ટને લઈને તાલિબાનના વર્તનમાં બદલાવથી ભારત સહિત ઘણા દેશોને ફાયદો

 

અફઘાનિસ્તાનમાં 7,5 અબજ ડોલરના ગેસ પાઇપ લાઈનની ભારતની યોજનાને તાલિબાની સંગઠને પણ સમર્થન કર્યું છે દશકાઓ સુધી વાતચીત બાદ અફઘાનિસ્તાને છેવટે તાલિબાનના નિયંત્રણવાળા વિસ્તારમાં 7.5 અબજ ડોલરની ગેસ પાઈપલાઈન માટે જમીન તૈયાર કરી લીધી છે.હવે આતંકવાદી સંગઠન આ પ્રોજેક્ટના પક્ષમાં ઉભું છે. વર્ષોથી લટકેલા આ પ્રોજેક્ટને લઈને તાલિબાનના વર્તનમાં આવેલા આ બદલાવથી ભારત સહિત ઘણા દેશોને ફાયદો થશે તેમ બ્લૂમબર્ગના અહેવાલમાં કહેવાયું છે

   તાલિબાનના પ્રવક્તા જૈબિઉલ્લાહ મુજાહિદે પાછલા મહિને એક નિવેદનમાં કહ્યું કે, ‘તાલિબાન દેશના પુનનિર્માણ અને આર્થિક પાયાને ફરીથી મજબૂત કરવામાં પોતાની જવાબદારીને જાણે છે અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને આ મામલામાં અફધાનિયોની મદદ માટે કહી રહ્યું છે.પાઈપલાઈન પર વાતચીત ત્યારથી ચાલી રહી છે જ્યારથી દેશમાં તાલિબાનની સરકાર હતી.

પ્રસ્તાવિત તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત (TAPI) પાઈપલાઈનથી વાર્ષિક 33 અબજ ક્યુબિક મીટર ગેસની સપ્લાઈ થશે. તેનાથી હજારો લોકોને નોકરીઓ મળશે અને અફઘાનિસ્તાનની નબળી અર્થવ્યવસ્થાને પણ મદદ મળશે. સરકારી કંપનીઓ તુર્કમેનગાજ, અફઘાન ગેસ એન્ટરપ્રાઈઝ અને ગેસ ઈન્ડિયા લિમિટેડ તેના પર કાર કરી રહી છે.

    અફઘાનિસ્તાનમાં 500 માઈલથી વધારે લાંબી પાઈપલાઈન તાલિબાન નિયંત્રિત વિસ્તારમાંથી પસાર થશે. કાબુલમાં અમેરિકા સમર્થિત સરકારની વરુદ્ધ 17 વર્ષથી લડી રહેલા સંગઠને આ પ્રોજેક્ટમાં સમર્થનથી રાજનીતિક સંધિની પણ ઉમ્મીદ કરાઈ રહી છે.

     રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પાછલા અઠવાડિયે તાલિબાન સામે શાંતિનો પ્રસ્તાવ મુક્યો હતો. તે તાલિબાનને પોલિટિકલ ચળવળનો દરજ્જો આપવા માટે તૈયાર છે અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવામાં મદદ કરશે. બ્લૂમબર્ગથી પોલિટિકલ વિશ્લેષક હારુન મીરે કહ્યું, ‘પ્રોજેક્ટના સમાપ્ત થવાથી તાલિબાન અને સરકારની વચ્ચે શાંતિ વાર્તા પર સકારાત્મક અસર થશે. તાલિબાનને પણ તેનો લાભ થશે અને તે વાતચીક માટે પોતાનો દરવાજો ખોલી શકે છે.

(1:28 am IST)