Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

યુ.કે.માં ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગામ એમ્‍બેસેડર તરીકે ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રીસંજીવ ગુપ્તાની નિમણુંકઃ બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપશે

લંડનઃ બ્રિટનના પ્રિન્‍સ ચાર્લ્‍સએ ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકુન શ્રી સંજીવ ગુપ્તાની નિમણુંક ઇન્‍ડસ્‍ટ્રીયલ કેડેટસ પ્રોગ્રામના એમ્‍બેસેડર તરીકે કરી છે.

બાળકો તથા યુવાનોને સ્‍કૂલ તથા કોલજના અભ્‍યાસ દરમિયાન ઉદ્યોગો વિષે માર્ગદર્શન આપતા આ ફલેગશીપ પ્રોગ્રામ અંતર્ગત શ્રી સંજીવ ગુપ્‍તા સ્‍ટુડન્‍ટસને ઇન્‍ડસ્‍ટ્રીઅલ અનુભવો તથા કારકિર્દી અંગે માર્ગદર્શન આપશે.

(10:21 pm IST)
  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST