Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વિજય માલ્યાની કંપનીએ કોઇ પ્રાથમિક મુદ્દા સાથે આગળ આવવુ જોઇએ

મુંબઇઃ કરોડા રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા વિજય માલ્યાની કંપનીએ કોઇ પ્રાથમિક મુદ્દા સાથે આવવુ જોઇએ.

તો વિજય માલ્યા લોન ચૂકવી દેશે? કંપનીએ આપ્યો સંકે

વિજય માલ્યા ની કંપની યુનાઇટેડ બેવરિજ હોલ્ડિંગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની સંપત્તિ અને શેર માર્કેટ વેલ્યુ 12,400 કરોડ રૂપિયા કરતા વધારે છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું કે કિંગફિશર એરલાઈન્સ પર 6000 કરોડ રૂપિયાનું દેવું વ્યાજ સાથે સરળતાથી ચૂકવી શકાય છે. ­યુનાઇટેડ બેવરિજ હોલ્ડિંગ, કિંગફિશર એરલાઈન્સ ની કોર્પોરેટ ગેરેન્ટર છે. કિંગફિશર એરલાઈન્સ હવે બંધ થઇ ચુકી છે.

યુનાઇટેડ બેવરિજ હોલ્ડિંગ ઘ્વારા આ વાત કર્ણાટક હાઈકોર્ટ માં એક સુનાવણી દરમિયાન કરવામાં આવી રહી છે. કંપની ઘ્વારા અદાલતમાં જણાવવામાં આવ્યું કે પ્રવર્તન નિર્દેશલાય તરફથી તેની સંપત્તિ અટેચ માટે મજબુર છે.

હાઈકોર્ટ મુખ્ય ન્યાયધીશ દિનેશ માહેશ્વરી ની અધ્યક્ષ પીઠ પર આ મામલાની સુનાવણી 2 એપ્રિલે કરવામાં આવશે. અદાલત ની સુનાવણી દરમિયાન વકીલ સાજન પોવાયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જાન્યુઆરી દરમિયાન કંપનીની કુલ સંપત્તિ 13,400 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. પરંતુ હાલમાં આ સંપત્તિ 12,400 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. પોવાયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે કર્જદાતાઓ ની રાશિ 10,000 કરોડ રૂપિયા કરતા વધારે નથી.

એટલું જ નહીં પરંતુ અન્ય એક મામલામાં કંપની તરફથી વકીલ ઉદય હોલ્લા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઈડી એ તેમની બધી સંપત્તિ અટેચ કરી લીધી છે. પરંતુ કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કંપનીએ કોઈ પ્રાથમિક મુદ્દા સાથે આગળ આવવું જોઈએ.

(8:14 pm IST)