Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

''ટેરરિસ્તાન'' બાદ ભારતે પાકિસ્તાનનુ નવું નામ પાડ્યું ...''સ્પેશ્યલ ટેરેરિસ્ટ ઝોન''

નવી દિલ્હી :  ત્રાસવાદને પંપાળતા પાકિસ્તાનને અગાઉ ટેરરિસ્તાની ઉપમા આપ્યા બાદ હવે ભારતે પાકિસ્તાનનું નવું નામ જાહેર કર્યુ છે અને તે કે ''સ્પેશ્યલ ટેરેરિસ્ટ ઝોન'': માનવાધિકાર કાઉન્સીલમાં ભારતના સેકન્ડ સેક્રેટરી મીની દેવી કુમારે કહ્યું હતું કે અમે કાઉન્સીલને વિનંતી કરીએ છીએ કે તે પાકિસ્તાનને સીમા પારથી ત્રાસવાદી પ્રવૃતિ બંધ કરવા જણાવે. પાકિસ્તાન આવતા ત્રાસવાદીઓ માટે સ્પેશ્યલ ટેરેરિસ્ટ ઝોન, સલામત સ્વર્ગ બન્યુ છે : ત્રાસવાદને કારણે પાકિસ્તાનની અંદર પણ સૈકટર ઉભુ થયું છે જરૂર છે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની તેમણે કહ્યું હતું કે અમે દૃઢતાથી પાકિસ્તાન દ્વારા વારંવાર કાઉન્સીલનો દુરૂપયત્ન કરવા અને ભારતીય રાજય જમ્મુ-કાશ્મીર અંગે ભ્રામક પ્રચાર કરવાનો વિરોધ કરતા રહયા છીએ  : કાઉન્સીલે પાકિસ્તાનમાં થઇ રહેલા માનવાધિકાર ભંગ અંગે પણ ધ્યાન આપવાની જરૂર છે.

 

(7:27 pm IST)
  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST