Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

વિપ્લવ દેવે સંભાળ્યું ત્રિપુરાનું સુકાન

શપથ સમારોહમાં હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઇ

અગરતલા તા. ૯ : ૨૫ વર્ષના લેફટપાર્ટીના સાશન બાદ આજે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. વિપ્લવ કુમાર દેવે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે જયારે જિષ્ણુદેવ બર્મને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય રીતે આયોજીત કરવામાં આવ્યો હતો.

સમારોહમાં પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ, પાર્ટીના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી ઉપરાંત ભાજપ શાસિત રાજયોના મુખ્યપ્રધાનો હાજર રહ્યાં હતા.આ પ્રસંગે રાજયના પૂર્વ સીએમ માણિક સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજયમાં હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ને સ્પષ્ટ જનાદેશ મેળવ્યો છે અને રાજયની ૨૫ વર્ષ જૂની લેફટ સરકારને સત્ત્।ાની બહાર કરી છે. ભાજપને ૩૫ જયારે તેના સહયોગી પક્ષ ઈન્ડિયન્સ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT)ને ૮ બેઠક મળી છે.

વિપ્લવ કુમાર દેવે મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે જયારે જિષ્ણુદેવ બર્મને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. આ ઉપરાંત અન્ય કેટલાક ધારાસભ્યોએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યાં હતાં. રતનલાલ નાથ, નરેન્દ્ર ચંદ્ર, સુદીપ રોય, પ્રાંજિતસિંહ રોય, મનોજકાંતિ દેવ, મેવાડ કુમાર સહિતના નેતાઓએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યાં હતાં.(૨૧.૪૦)

(3:51 pm IST)