Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

આરૂષિ મર્ડર કેસઃ તલવાર દંપત્તિની મુકિત સામે CBIની સુપ્રીમમાં અરજી

હાઇકોર્ટે નીચલી કોર્ટના જજમેન્ટને અવગણ્યું હતું જે યોગ્ય નથી

નોઇડા તા. ૯ : આરૂષિ-હેમરાજ ડબલ મર્ડર કેસમાં તલવાર દંપત્ત્િ।ને મુકત કરવાના હાઈકોર્ટના નિર્ણયને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે તલવાર દંપત્તિને આ કેસમાં પુરાવાના અભાવે છોડી મુકવાનો આદેશ કર્યો હતો. દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી ગણાતો આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો જાહેર કર્યા બાદ ફરી એક જ વાત પર આવીને આ કોયડો અટકી ગયો હતો. આમ હવે સુપ્રીમમાં પડકારવામાં આવતા કોકડું ફરી ગૂંચવાયું હોવાનું જણાય છે.

૧૫-૧૬ મે ૨૦૦૮ની રાત્રે જયારે આરુષિની હત્યા થઈ ત્યારે ખૂની કોણ છે તેવો પ્રશ્નો ઊભો થયો હતો. આ કેસમાં તપાસ શરૂ થઈ અને તપાસ એજન્સીઓની વિવિધ થિયરીઓ સામે પ્રશ્નાર્થ સાથે કેસ આગળ ચાલતો રહ્યો હતો. શરૂઆતથી લઈને અંત સુધી આ કેસ કોયડો બની ગયો અને હજુ પણ એક જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આખરે હત્યા કોણે કરી? હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને સીબીઆઈએ તમામ આધાર પર હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. સીબીઆઈએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે નીચલી કોર્ટનો નિર્ણય યોગ્ય હતો અને હાઈકોર્ટે નીચલી કોર્ટના જજમેન્ટને અવગણ્યું હતું જે યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે મે ૨૦૦૮માં નોઈડાના જલવાયો વિહારમાં ડોકટર દંપત્ત્િ। રાજેશ તલવાર અને નૂપુર તલવારના ઘરે તેમની દીકરી આરુષિની લાશ મળી હતી. હત્યા અંગે શંકાની સોઈ હેમરાજ તરફ ઈશારો કરતી હતી, પરંતુ બીજા દિવસે હેમરાજની લાશ પણ ધાબા પરથી મળી હતી. જેને પગલે આ કેસ ગૂંચવાયો હતો. આરુષિ અને હેમરાજનો મોબાઈલ પણ ગાયબ હતો. હત્યાનો હેતુ શું હતો? હત્યા માટે વપરાયેલું હથિયાર પણ ગાયબ હતું.

આરૂષિની હત્યા બાદ નોકર હેમરાજ ઘરેથી ગાયબ હોવાથી પ્રથમ નજરે તેના પર શંકાની સોઈ મંડાઈ હતી બાદમાં જયારે તેની લાશ તલવાર દંપત્ત્િ।ના ધરની અગાશી પરથી મળી આવતા મામલો ફરી ગૂંચવાયો હતો. બાદમાં સમગ્ર તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

સીબીઆઈએ કેસની તપાસ દરમિયાન નોકર હેમરાજ પર શંકા વ્યકત કરી હતી. સીબીઆઈએ કહ્યું કે આરુષિની હત્યા કુખરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી છે અને બાદમાં તલવારના નોકર કૃષ્ણાની પૂછપરછ કરવામાં આવી અને એક મહિના બાદ ૧૩ જૂને તેની ધરપકડ કરાઈ હતી. સીબીઆઈએ એકપછી એક તમામ નોકરોની ધરપકડ કરી હતી. જો કે તેમાં સીબીઆઈને ખાસ સફળતા મળી નહીં અને નોકરોને જામીન મળી ગયા હતા.

તપાસ બાદ તલવાર દંપત્ત્િ। પર શંકા વ્યકત કરાઈ પરંતુ કેસના સાક્ષીઓ પર આધારિત હતો જેમાં સાક્ષીઓની કડી તલવાર દંપત્ત્િ। વિરુદ્ઘ નહીં જોડાતા સીબીઆઈએ સ્પેશ્યલ કોર્ટમાં કલોઝર રિપોર્ટ દાખલ કર્યો અને કહ્યું આ કેસ બંધ કરવામાં આવે. જો કે સ્પેશ્યલ કોર્ટે રજૂ કરેલા તથ્યોના આધારે કહ્યું કે જે પુરાવા છે તે પુરતા છે અને તસવાર દંપત્ત્િ।ને આરોપી તરીકે સમન્સ પાઠવાયું હતું.

નીચલી કોર્ટે તસવાર દંપત્ત્િ।ને આરુષિ અને હેમરજાની હત્યામાં આજીવન કેદની સજા સંભળાવી હતી જેને તલવાર દંપત્ત્િ।એ હાઈકોર્ટમાં પડકાર્યો અને હાઈકોર્ટે બન્નેને મુકત કર્યા હતા. હાઈકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ અને રેકોર્ડમાં નોંધાયેલા સાક્ષીઓની જુબાની મુજબ તલવાર દંપત્ત્િ।ને દોષિત ના ગણી શકાય. હવે સમગ્ર કેસ સુપ્રીમમાં પહોંચ્યો છે.

(11:31 am IST)