Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મહિલા દિવસે કોંગ્રેસની ટ્વીટ પર ભડકયા ટ્વિટર યુઝર્સ

નવી દિલ્હી તા. ૯ : ગુરૂવારે ૮ માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે મહિલાઓના મહત્વ અને સન્માનને લગતા વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરાયા. સંસદથી લઈને સડક સુધી મહિલા અધિકારો અને મહિલા સશકિતકરણ અંગે ચર્ચાઓ થઈ પરંતુ આ બધાની વચ્ચે દેશની પ્રમુખ પાર્ટી કોંગ્રેસે મહિલા દિવસ પર એવી ટ્વીટ કરી જેના લીધે તેને યૂઝર્સનો ગુસ્સો સહન કરવો પડી રહ્યો છે.

કોંગ્રેસ પાર્ટી પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી એક પોલ મૂકયો. આમાં કોંગ્રેસે લખ્યું કે, તમે આ વખતનો મહિલા દિવસ કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યાં છો? આ સવાલની સાથે પાર્ટીએ ચાર ઓપ્શન પણ આપ્યા, પહેલું, પોતાનું ફેવરેટ પીણું પીને?, બીજું, જોર-જોરથી હસીને, ત્રીજું, મોડી રાત સુધી બહાર ફરીને અને ચોથું, ઉપરના તમામ. સોશિયલ મીડિયા પર આ આઙ્ખપ્શન્સને કારણે પાર્ટીને ટ્રોલ કરવામાં આવી.

લોકોએ કોંગ્રેસને સવાલ પૂછ્યો કે, શું મહિલા સશકિતકરણનો મતલબ મોડી રાત સુધી ફરવું અને ફેવરેટ ડ્રિકસ પીવું થાય છે? કોંગ્રેસે આ પોલ પર રોહિત અગ્રવાલ નામક યૂઝરે લખ્યું, 'તમારા દ્વારા આપવામાં આવેલા ઓપ્શન્સ તમારા નેતાઓ અને તેમના પરિવારજનો માટે પ્રાસંગિક હોઈ શકે છે.'

બીજી તરફ એક યૂઝરે ટ્વીટનો રિપ્લાઈ આપતા એક નવો પોલ મૂકયો. તેણે કોંગ્રેસના સવાલ પર જ ત્રણ ઓપ્શન્સ આપ્યા. પહેલો, કોંગ્રેસને દેશની બહાર કરીને. બીજું, કોંગ્રેસને દેશમાં જ ખતમ કરીને અથવા ત્રીજું, ઉપરના બધા.જણાવી દઈએ કે, કોંગ્રેસ અગાઉ પણ પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ટ્રોલ થઈ ચૂકી છે. હાલમાં જ જાણીતી અભિનેત્રી શ્રીદેવીના અવસાન પર કરવામાં આવેલી 'શ્રદ્ઘાંજલિ ટ્વીટ'માં કોંગ્રેસ પોતાના કાર્યકાળમાં પદ્મશ્રી આપ્યો હોવાની વાત લખીને વિવાદમાં આવી ગઈ હતી.

(2:02 pm IST)