Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સિંગાપુરમાં બોલ્યા રાહુલ ગાંધી -હવે હું તમને નવી કોંગ્રેસ પાર્ટી આપીશ

હવે અમારી સ્લેટ કોરી છે અને સાથે નવો અવસર

નવી દિલ્હી તા. ૯ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિંગાપુરમાં દક્ષિણ પૂર્વ એશિયન દેશોનો પોતાનો ત્રણ દિવસીય પ્રવાસ શરૂ કર્યો છે. સિંગાપુરમાં ભારતીય મૂળના CEO સાથે સંવાદ કરતાં રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર જબરદસ્ત હુમલો કર્યો હતો.

આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, 'અમે સમાજને એક સિસ્ટમની રીતે જોઇએ છીએ, જયાં સંતુલન બહુજ જરૂરી છે. વળી ભાજપ શાંતિ માટે કામ કરતું હોય એવું જરાય નથી લાગતું. આવામાં સમાજમાં ધ્રૂવીકરણના બહુજ મોટા ગંભીર ખતરા અને તેનાથી થનારા જોખમોને અમે જોઇ શકીએ છીએ.'

રાહુલ ગાંધીએ રોજગાર, રોકાણ, હાલની આર્થિક સ્થિતિ જેવા અનેક મુદ્દા પર સિંગાપુરમાં ભારતીય મૂળના ઘ્ચ્બ્ ની સાથે વાત કરી, રાહુલે કહ્યું 'અમે ભારતમાં ગ્રામીણ લોકોનું મોટા પાયે સ્થળાંતર જોઇ રહ્યાં છીએ, સાદા શબ્દોમાં અમે આપણે આપનો દ્રષ્ટિકોણ કરે તે છે શાંતિપૂર્ણ પરિવર્તન, એવું પરિવર્તન જે બધાને સાથે લઇને ચાલે.'

રાહુલ ગાંધીએ કહ્યું, 'અમે ૨૦૧૨માં એક વાવાઝોડું જોયું. ૨૦૧૨ અને ૨૦૧૪ની વચ્ચે સિસ્ટમ અસ્થિર થઇ ગઇ અને અમે પરિણામ જોયા. હવે અમારી સ્લેટ કોરી છે અને સાથે નવો અવસર છે, હવે અમે તમને એક નવી કોંગ્રેસ પાર્ટી આપીશું જે તે મૂલ્યોની સાથે આગળ વધવા ઇચ્છે છે, જે મૂલ્યોન સાથે આપણે જન્મ લીધો છે.'

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સિંગાપુરમાં ઇન્ડિયન નેશનલ આર્મી (INA) મેમોરિયલ જોવા પહોંચ્યા, આ ઉપરાંત તેમને બેલેસ્ટિયર રોડ સ્થિત સિંગાપુર એસોશિએશનની ઓફિસની પણ મુલાકાત લીધી. દક્ષિણ પૂર્વ એશિયન દેશોની ત્રણ દિવસીય યાત્રા દરમિયાન તેમની સાથે ઓવરસીઝ કોંગ્રેસના ચેરપર્સન સામ પિત્રોડા, પૂર્વ સાંસદ મિલિંદ દેવડા પણ હતા.

(11:29 am IST)