Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રોડ વચ્ચે પતિએ જ પત્નીનું ગળું કાપી નાખ્યું, વિડિયો થયો વાઇરલ

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શહેરના માનખુર્દ સ્ટેશન બહાર જાહેર રોડ પર એક પતિએ પોતાની પત્નીનું ગળું કાપી નાખ્યું. ચાકૂથી હુમલો કર્યા બાદ પતિ ફરાર થઈ ગયો, જયારે રોડપરના લોકો મહિલાની મદદ કરવાને બદલે ઘાયલ મહિલાને જોઈ રહ્યા.

મીડિયા રિપોર્ટસ અનુસાર ઘાયલ મહિલા ઘાટકોપર માનખુર્દ લિંક રોડના ઝાકિર હુસૈન નગરની રહેવાસી છે. મહિલાનું નામ શુભાંગી વિજય ઈંગલે(૨૭) છે. જે વાશીની એક બેંકમાં સ્વીપરનું કામ કરે છે. તે રોજની જેમ સોમવારે ૪ માર્ચના રોજ કામ પર જવા માટે માનખુર્દ સ્ટેશન ટ્રેન પકડવા માટે જઈ રહી હતી. સ્ટેશન પાસે જ પતિ વિજય ઈંગલે તેની રાહ જોઈ રહ્યો હતો. સવારે ૭ વાગ્યે શુભાંગી સ્ટેશન પાસે પહોંચી અને ત્યારે પાછળથી તેના પતિએ ચાકુ વડે હુમલો કર્યો.

આ ઘટનામાં જે વીડિયો વાઈરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે શુભાંગી રોડ પર જઈ રહી છે. પાછળથી તેનો પતિ આવે છે અને ચાકુ વડે તેનું ગળું કાપી નાખે છે. પત્ની પોતાને બચાવવાનો પ્રયત્ન કરે છે. આરોપી પતિ તેમ છતાં તેની પત્ની પર હુમલો કરવાનું શરૂ રાખે છે. ત્યાર બાદ પતિ ત્યાથી ફરાર થઈ જાય છે.

ઈજાગ્રસ્ત શુભાંગીને લોકો જોઈ રહ્યા હતા પરંતુ કોઈ મદદે ન આવ્યું. આખરે પોલીસ આવી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ. શુભાંગીના નિવેદન પર પોલીસે તેના પતિ વિજયની ધરપકડ કરી લીધી છે. પોલીસના મતે શુભાંગી અને તેના પતિ વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો જેથી તે પિયરમાં રહેતી હતી.(૨૧.૮)

(10:00 am IST)
  • સુપર સ્ટાર રજનીકાંત સાથે જોવા મળેલ કૂતરાને ખરીદવા માટે ૨ કરોડ જેટલી જંગી રકમ આપવા ચાહકો તૈયાર access_time 5:54 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST