Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

જો ITR ફાઇલ કરવામાં થશે મોડું તો નવા નિયમ પ્રમાણે ૫ હજાર રૂપિયા સુધીનો થઇ શકે છે દંડ

નવી દિલ્હી તા. ૯ : ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા આઇટી રીટર્ન મોડુ ભરવાના નિયમમાં ફેરફાર કર્યો છે. હવે મોડુ ફાઇલ કરનારા રિટર્નમાં માત્ર એક વર્ષનો સમય જ મળશે. જો કે આ વર્ષે બે નાણાકીય વર્ષ માટે કોઇપણ દંડ વગર બે રીટર્ન ભરી શકો છો.

નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭નું જો તમે આઇટી રીટર્ન ભરવાનું ભૂલી ગયા છો તો તમને ૫ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ બંને નાણાકીય વર્ષનું રીટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ ૨૦૧૮ છે.

નાણામંત્રાલય તરફથી ફાઇનાન્સ એકટમાં આઇટીઆર ફાઇલ કરવાને લઇને ફાઇનાન્સ એકટ ૨૦૧૬માં ઘણા ફેરફાર કરવામાં આવેલ છે. સેકશન ૧૩૯ (૪) મુજબ હવે ટેકસ પે કરનાર માત્ર નાણાકીય વર્ષની સમાપ્તિના એક વર્ષ બાદનું જ રીટર્ન ફાઇલ કરી શકશે.

આ અગાઉ ટેકસ પે કરનાર બે વર્ષ સુધી જુનું રિટર્ન ફાઇલ કરી શકતા હતા. આમ આ નિયમ મુજબ જો જે લોકોએ માર્ચ ૨૦૧૭ સુધી પોતાનું રીટર્ન ફાઇલ નહી કર્યું હોય તેઓ માત્ર ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીનું જ રીટર્ન ફાઇલ કરવાનો સમય મળશે. જો ૩૧ માર્ચ પછી રીટર્ન ફાઇલ કરશે તો સેકશન ૨૭૧એફ અનુસાર ૫ હજાર રૂપિયાનો દંડ આપવો પડશે.

જો તમે રીટર્ન મોડુ ફાઇલ કરો છો તે તેમાં સુધારો પણ કરી શકો છો. ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૩૧ માર્ચ ૨૦૧૭ પુરુ થયેલ નાણાકીય વર્ષને રીટર્નમાં ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીનો સુધારો કરી શકે છે.(૨૧.૫)

(9:59 am IST)