Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કોંગ્રેસે ફરીવાર લોચા માર્યા :મહિલાદિવસની ટ્વીટ પર સવાલના ઑપ્શનથી યુઝર્સનો ગુસ્સો સહન કરવો પડ્યો

શું મહિલા સશક્તિકરણનો મતલબ મોડી રાત સુધી ફરવું અને ફેવરેટ ડ્રિક્સ પીવું થાય છે?

 

નવી દિલ્હી :કોંગ્રેસે ટ્વીટરમાં ફરીવાર લોચો માર્યો છે અને યુઝર્સના રોષનો ભોગ બનવું પડ્યું છે મહિલા દિવસની ટ્વીટ પર કોંગ્રેસે મહિલા દિવસની ઉજવણી અંગેના સવાલ પૂછ્યા હતા અને તેના ચાર ઓપશન અપાયા હતા જેનાથી યુઝર્સનો ગુસ્સો સહન કરવો પડ્યો હતો ગુરુવારે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે.

 

   પ્રસંગે દેશની પ્રમુખ પાર્ટી કોંગ્રેસે પોતાના ઑફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી એક પોલ મૂક્યો હતો તેમાં લખ્યું કે તમે વખતનો મહિલા દિવસ કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યાં છો? સવાલની સાથે પાર્ટીએ ચાર ઑપ્શન પણ આપ્યા,પહેલું, પોતાનું ફેવરેટ પીણું પીને? બીજું, જોર-જોરથી હસીને,ત્રીજું,મોડી રાત સુધી બહાર ફરીને અને ચોથું, ઉપરના તમામ. સોશિયલ મીડિયા પર ઑપ્શન્સને કારણે પાર્ટીને ટ્રૉલ કરવામાં આવી.

   લોકોએ કોંગ્રેસને સવાલ પૂછ્યો કે,શું મહિલા સશક્તિકરણનો મતલબ મોડી રાત સુધી ફરવું અને ફેવરેટ ડ્રિક્સ પીવું થાય છે? કોંગ્રેસે પોલ પર રોહિત અગ્રવાલ નામક યૂઝરે લખ્યું, ‘તમારા દ્વારા આપવામાં આવેલા ઑપ્શન્સ તમારા નેતાઓ અને તેમના પરિવારજનો માટે પ્રાસંગિક હોઈ શકે છે.’

  બીજી તરફ એક યૂઝરે ટ્વીટનો રિપ્લાઈ આપતા એક નવો પોલ મૂક્યો. તેણે કોંગ્રેસના સવાલ પર ત્રણ ઑપ્શન્સ આપ્યા. પહેલો, કોંગ્રેસને દેશની બહાર કરીને. બીજું, કોંગ્રેસને દેશમાં ખતમ કરીને અથવા ત્રીજું, ઉપરના બધા.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અગાઉ પણ પોતાના ટ્વીટને કારણે ઘણીવાર ટ્રૉલ થઈ ચૂકી છે. હાલમાં જાણીતી અભિનેત્રી શ્રીદેવીના અવસાન પર કરવામાં આવેલીશ્રદ્ધાંજલિ ટ્વીટમાં કોંગ્રેસ પોતાના કાર્યકાળમાં પદ્મશ્રી આપ્યો હોવાની વાત લખીને વિવાદમાં આવી ગઈ હતી.

(12:00 am IST)
  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST