Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ક્લિંટન ડિ કોકે પત્ની પર ગંદી કોમેન્ટ કરતા ભડક્યો ડેવિડ વોર્નર :ઉગ્ર બોલાચાલી

અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો : ડ્રેસિંગ રૂમમાં જતા સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી :સીસીટીવી ફૂટેજ આવ્યા બહાર

 

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર અને સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્લિંટન ડિ કોક વચ્ચે ડર્બન ટેસ્ટ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત કરવાની જેહમત ઉઠાવી પડી હતી.

    ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સાફ દેખાઈ રહ્યું છે કે, ડ્રેસિંગ રૂમમાં જતા સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વીડિયો જોઈને એવું લાગે છે કે, તેમને રોકવામાં આવ્યા હોત તો વાત મારામારી સુધી પહોંચી જાત ગવર્નિંગ બોડી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મામલાની જાણ થઈ ગઈ છે.તેમણે કહ્યું કે, તપાસ ચાલી રહી છે.

    ICC અચાર સંહિતાનો ઉલ્લંઘન કરવા બદલ વોર્નરને મેચ ફીનો 75% દંડ લગાવવાની સાથે તેમના એકાઉન્ટમાં 3 ડિમૈરિટ અંક જોડી દીધું છે. ઈજી બાજુ ક્લિંટન ડિ કોકને મેચ ફીનો 25% દંડ લગાવ્યો છે. ડેવિડ વોર્નરે માન્યું કે રવિવારે ડ્રેસિંગ રૂમ જતા સમયે ડિ કોકની ટિપ્પણી પર પોતાની ભાવનાઓને નિયંત્રણ કરી શક્યો.

   વોર્નરે જણાવ્યું કે, વિપક્ષી ખેલાડીઓ અને પ્રશંસકોની ટિપ્પણીથી કોઈ પરેશાની નથી થતી, પરંતુ ડિ કોકની વાતે હદ પાર કરી દીધી હતી. વોર્નરે વધુમાં જણાવ્યું કે, મેં CCTV જોયા અને તેના પર મને ખુબ અફસોસ પણ છે, પરંતુ હું આવોજ છું. તેમણે ભાવનાત્મક પ્રતિક્રિયા આપી અને બાબત પર માફી પણ માગી.

    વોર્નરે કહ્યું કે, હું હમેશા મારા પરિવાર સાથે ઉભો રહીશ. ઘટના બાદ બંને ખેલાડીઓએ વાતો કરી નથી અને વોર્નરે જણાવ્યું કે હું ટૂંક સમયમાં ડિ કોક સાથે વાત પણ કરીશ. આવતા 2 દિવસો, મેચ અથવા સિરીઝ ખતમ થયા પછી તેમની સાથે વાત કરીશ.

(10:41 pm IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST