Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની તબિયત લથડી:રાંચીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પિતા અને ઝારખંડ મુક્તિ મોરચના પ્રમુખ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને શ્વાસ લેવામાં તકલીફ : ફેફસાં અને કિડનીમાં ઈન્ફેક્શન

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પિતા અને ઝારખંડ મુક્તિ મોરચના પ્રમુખ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનની અચાનક તબિયત લથડી છે,શિબુ સોરેનને સારવાર અર્થે રાંચીની મેદાંતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શિબુ સોરેન શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેમજ તેમના ફેફસાં અને કિડનીમાં ઈન્ફેક્શન જોવા મળ્યું છે.

 પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝારખંડ મુક્તિ મોરચના વડા શિબુ સોરેનની અચાનક તબિયત લથડી છે જેના પગલે રાંચીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં સોરેનની સારવાર મેદાંતા હોસ્પિટલમાં ડૉ.અમિતની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. ડૉ. અમિત કિડની રોગના નિષ્ણાત નેફ્રોલોજિસ્ટ કહેવાય છે.

આશરે 80 વર્ષના શિબુ સોરેન ત્રણ વખત ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેમના પુત્ર હેમંત સોરેન ઝારખંડના સીએમ છે. શિબુ સોરેન તેમના પુત્ર હેમંત સાથે ધનબાદમાં એક રેલીમાં ગયા હતા જ્યાં રેલીને સંબોધિત કરતી વખતે તેમણે શિક્ષણ અને કૃષિને સુધારવાની વાત કરી હતી

(8:43 pm IST)