Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ભાજપા ખેલી રહી છે ડબલગેમઃબંગાળના વિભાજન વિરૂધ્‍ધ પ્રસ્‍તાવ લાવશે ટીએમસીઃ ટીએમસીએ આપ્‍યુ ૪૮ કલાકનું અલ્‍ટીમેટમ

કોલકતાઃ પમિ બંગાળના બજેટ સત્રના પહેલા દિવસે તૃણમુલ કોંગ્રેસ(ટીએમસી)એ ઉતર બંગાળને અલગ રાજય બનાવવાની માંગ બાબતે ભાજપાને પોતાનું વલણ સ્‍પષ્‍ટ કરવા કહયુ છે. ટીએમસીએ બંગાળના વિભાજન વિરૂધ્‍ધ વિધાનસભામાં પ્રસ્‍તાવની જાહેરાત કરી છે.

બંગાળના વિકાસપ્રધાન ઉદયન ગુહાએ રાજયના વિભાજન બાબતે પોતાનું વલણ સ્‍પષ્‍ટ કરવા ભાજપાને ૪૮ કલાકનું અલ્‍ટીમેટમ આપ્‍યુ છે. તેમણે ભાજપા પર બંગાળના લોકો સાથે ડબલગેમ ખેલવાનો આક્ષેપ કર્યો છે. ટીએમસીનો આક્ષેપ છે કે આ માંગણી પાછળ ભાજપા નેતા છે

સીલીગુડીમાં મીડીયા સાથેની વાતચીતમાં ગુહાએ કહયુ, ભાજપા બંગાળના લોકો સાથે ડબલ ગેમ રમી રહી છે. દક્ષિણ બંગાળમાં તેઓ કહે છે કે તેઓ ઉતર બંગાળને અલગ રાજય નથી બનાવવા માંગતા, જયારે ઉતર બંગાળમાં તેમના સાંસદ અને ધારાસભ્‍યો અલગ રાજયની માંગણી કરી રહયા છે. ભાજપાએ ૪૮ કલાકમાં સ્‍પષ્‍ટતા કરવી પડશે

(4:23 pm IST)