Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ગુરુગ્રામમાં ભાજપના મહિલા નેતાની ગોળી મારીને હત્યા : વિડિઓ કોલમાઁ વાત કરતી જોઈને પતિએ પતાવી દીધી

આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર: પતિ સુનીલને તેના ચરિત્ર પર શંકા હતી

હરિયાણાનાં ગુરૂગ્રામમાં ભાજપની એક મહિલા નેતાની ગોળી મારીને હત્યા થઇ છે હત્યાનો આરોપ પતિ પર જ લાગ્યો છે. ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારોપી પતિ ફરાર થઈ ગયો છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહ કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

મૃતક મુનેશ ભાજપા ખેડૂત મોરચાની પદાધિકારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મુનેશ ગોદારા ભાજપા મહિલા મોરચામાં અનેક પદો પર રહી ચુકી હતી. તે અત્યારે પાર્ટીનાં ખેડૂત મોરચામાં મહામંત્રીનાં પદ પર હતી. મુનેશનાં રાજનીતિમાં સક્રિય હોવાના કારણે તેનું બહાર જવાનું અને અનેક લોકો સાથે મળવાનું રહેતું હતુ.

પતિ સુનીલ ગોદારાને આ પસંદ નહોતુ. પતિ સુનીલને તેના ચરિત્ર પર શંકા હતી. તે શનિવારની રાત્રે લગભગ 9:30 વાગ્યે જ્યારે ઘર પરત ફર્યો તો મુનેશ પોતાની બહેન સાથે વિડીયો કોલ પર વાત કરી રહી હતી. તે પોતાની પત્નીને કોઈ અન્ય સાથે વિડીયો કોલ પર વાત કરતા જોઇને ગુસ્સામાં આવી ગયો.

 

પતિ સુનીલ અને મુનેશની વચ્ચે વિવાદ થયો. વાત વાતમાં તેમણે પોતાની લાયસન્સ રિવૉલ્વર નીકાળી અને એક પછી એક બે ગોળીઓ પત્ની મુનેશને નિશાન બનાવીને મારી. બંને ગોળી મુનેશની છાતીમાં લાગી, જેનાથી તેનું મોત થઈ ગયું. પરિવારનાં લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી અને ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ ત્યાર સુધી ઘણું મોડું થઈ ગયું હતુ. મુનેશે દમ તોડી દીધો હતો અને આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

(11:27 pm IST)