Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

શહીનબાગ વિસ્તારમાંથી નીકળી અંતિમયાત્રા :કોઈપણ વાતચીત વગર પ્રદર્શનકારીઓએ ખોલી નાખ્યો રસ્તો

હિંદુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ રજૂ કરી: લોકો અંતિમ યાત્રાની સાથે આગળ વધ્યા

નવી દિલ્હી : દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને એનપીઆર વિરૂદ્ધ અંદાજિત બે મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનના કારણે દિલ્હીને નોઇડાથી જોડાનાર રોડ પણ લાંબા સમયથી બંધ છે. આ વચ્ચે રવિવારે શાહીન બાગના પ્રદર્શનકારીઓએ હિંદુ-મુસ્લિમ એકતાની એક સુંદર મિસાલ રજૂ કરી અને ત્યાંથી એક અંતિમ યાત્રા માટે આગળ વધીને રસ્તો ખોલ્યો.

આ પ્રકારે અંતિમ યાત્રા ત્યાંથી સીધી આગળ વધી શકી. જોકે, શાહીન બાગ વિસ્તારમાં કોઈ હિન્દુનું નિધન થયું હતું, જ્યારબાદ મૃતકના પરિવારજનો અંતિમ યાત્રા લઇને ત્યાંથી આગળ વધવા માટે પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા. અંતિમ યાત્રાને જોઇ પ્રદર્શનકારીઓ તરત આગળ આવ્યા અને વગર કોઇ વાતચીતે બેરિકેડ હટાવીને બંધ રસ્તાને ખોલી દીધો. ત્યાર બાદ લોકો અંતિમ યાત્રાની સાથે આગળ વધ્યાહતા .

(11:23 pm IST)