Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ઝારખંડ સરકાર પણ દિલ્હીના માર્ગે : ઘરેલુ ઉપયોગ માટે મફત વીજળી આપવા તૈયારી

મુખ્યમંત્રીના આદેશથી ઉર્જાવિભાગે 100 યુનિટ વીજળી ફ્રી આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો

નવી દિલ્હી :દિલ્હી સરકારની જેમ વધુ એક રાજ્ય પોતાની જનતાને ફ્રી ઇલેક્ટ્રિસિટીની ગિફ્ટ આપી શકે છે ઝારખંડ સરકારે દિલ્હીની જેમ ઝારખંડમાં પણ ઘરેલુ ઉપયોગ માટે ફ્રી વીજળી આપવાની તૈયારી શરૂ કરી દીધી છે

  . મુખ્યમંત્રીના આદેશ પર ઉર્જા વિભાગ 100 યુનિટ વીજળી ફ્રી આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ ઝારખંડ મુક્તિ મોરચાના ઘોષણા પત્રમાં સામેલ છે. રિપોર્ટ મુજબ બજેટ માટેની તૈયારીઓ થઇ રહી છે. ઉર્જા વિભાગ અને નાણાં વિભાગ તેના બજેટ માટેના રસ્તો કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે સરકારના કેબિનેટમાં પ્રસ્તાવ લાવીને બજેટ સત્રમાં બજેટની ફાળવણી કરી શકે છે.

નવા પ્રસ્તાવમાં ગ્રાહકોને વીજળી બચાવવા માટે પ્રેરિત કરવામાં આવશે. પહેલીવાર 100 યુનિટ ફ્રી વીજળી ત્યારે જ મળશે જ્યારે 300 યુનિટ સુધીનો વપરાશ કરશે. 300 યુનિટથી વધારે વીજળી વાપરવા પર આ યોજનાનો લાભ નહીં મળે. 300 યુનિટની સીમા હજૂ નક્કી નથી થઇ. વીજળી ઉપયોગની મેક્સિમમ સીમાથી વધારે ઉપયોગ કરવા પર બધા જ યુનિટનું બિલ ભરવું પડશે. આ રીતે ફ્રી વીજળીનું પ્રાવધાન લાગૂ નહીં થાય. જોકે હજૂ આ બધુ નક્કી કરવાનું બાકી છે. આ પણ નવી રીતે તૈયાર થશે કે ફ્રી વીજળી આપ્યા બાદ કઇ રીતે વીજળીનું બિલ વસૂલવામાં આવશે.

 એમ માનવામાં આવી રહ્યું છે કે, ઘરેલુ ગ્રાહકોને 100 યુનિટ ફ્રી વીજળી આપવા માટે સરકારને 300 કરોડના બજેટની ફાળવણી કરવી પડ્શે. આ એક મોટી રકમ છે અને ઉર્જા વિભાગના કુલ બજેટથી ઓછું છે. એમ થવા પર ફ્રી વીજળી આપવા માટે ઉર્જા વિભાગનું બજેટ 7000 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે.

(11:16 pm IST)