Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

સૂર્ય નમસ્કારના નિવેદન પર અખિલેશે કહ્યું- પીએમ મોદી બેરોજગાર યુવાનના પિતા માટે કોઇ આસન કરે

દેશમાં બેરોજગારી વધી રહી છે. પ્રધાનમંત્રીની પાસે તેના વિશે વિચારવાનો સમય નથી

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ મોદીના 'સૂર્ય નમસ્કાર' વાળા નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે મોદી કોઇ બેરોજગાર યુવાનના પિતા માટે પણ કોઇ આસન બતાવી દે તો સારુ અખિલેશ યાદવે કહ્યું કે, દેશમાં બેરોજગારી ઉચ્ચ સ્તરે, વડાપ્રધાન પાસે તેના વિશે વિચારવાનો સમય નથી

અખિલેશ યાદવે બહરાઇચમાં એક ખાનગી કાર્યક્રમમાં સામેલ થવા જતી વખતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'પ્રધાનમંત્રી' ''સૂર્ય નમસ્કાર'' અભ્યાસની આવૃત્તિ વધારીને પોતાની પીઠ મજબૂત કરવાની વાત કહી રહ્યા છે. સારુ હોતું, જો તેઓ કોઇ બેરોજગાર યુવાનના પિતા માટે પણ આવુ કોઇ આસન બતાવી દેતા.''

અખિલેશ યાદવે કહ્યું કે, ''દેશમાં બેરોજગારી વધી રહી છે. પ્રધાનમંત્રીની પાસે તેના વિશે વિચારવાનો સમય નથી તો તેઓ ઓછામાં ઓછુ કોઇ આસન જ બતાવી દે''.

(10:19 pm IST)