Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ભારત નાગરિકતાની ઓફર કરશે તો અડધું બાંગ્લાદેશ ખાલી થઈ જશે: એની જવાબદારી કોની ?: કેન્દ્રીય મંત્રી

ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવને નાગરિકતા કાયદો ભારતમાં રહેનારાં વિરુદ્ધ હોવાનું સાબિત કરવા પડકાર ફેંક્યો

નવી દિલ્હી : મોદી સરકારના ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ એક નિવદન આપતા કહ્યું છે કે, જો ભારત નાગરિકતા આપશે તો અડધું બાંગ્લાદેશ ખાલી થઈ જશે.

       સમાચાર સંસ્થા પીટીઆઈએ મુજબ જી કિશન રેડ્ડીએ કહ્યું કે "જો ભારત એમને નાગરિકતા ઑફર કરશે તો અડધું બાંગ્લાદેશ ખાલી થઈ જશે. જો નાગરિકતાની ખાતરી આપવામાં આવશે તો અડધોઅડધ બાંગ્લાદેશી ભારત આવી જશે. કોણ એની જવાબદારી લેશે? કેસીઆર કે રાહુલ ગાંધી?"

      મંત્રીએ હૈદરાબાદમાં સંત રવિદાસ જંયતી પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. એમણે તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવને નાગરિકતા કાયદો કઈ રીતે ભારતમાં રહેનારાં લોકો વિરુદ્ધ છે તે સાબિત કરવાનો પડકાર પણ ફેંક્યો અને અસુદ્દિન ઔવેસીના પક્ષને ટીઆરએસનો મિત્ર ગણાવ્યો.

(8:12 pm IST)