Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

FPI દ્વારા કુલ ૫૧૭૭ કરોડ રૂપિયાનું જંગી મૂડીરોકાણ થયું

ઇક્વિટીમાંથી ૧૧૭૨.૫૬ કરોડ પાછા ખેંચાયા : વિદેશી મૂડીરોકાણકાર ભારતીય બજારને લઇ આશાવાદી

નવીદિલ્હી, તા.૯ : વિદેશી મૂડીરોકાણકારોએ સતત છઠ્ઠા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ખરીદીનો માહોલ અપનાવ્યો છે અને જંગી રોકાણ કર્યું છે. ફેબ્રુઆરી મહિનામાં રોકાણકારોએ ૫૧૭૭ કરોડ રૂપિયા રોક્યા છે. એકબાજુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૫૧૭૭ કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજીથી સાતમી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૬૩૫૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જો કે, આ ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૧૧૭૨.૫૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જેના પરિણામ સ્વરુપે કુલ રોકાણનો આંકડો ૫૧૭૭.૪૪ કરોડનો રહ્યો છે. મૂડીરોકાણના મોરચા પર કારોબારીઓ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામને હાલમાં જ બજેટ રજૂ કર્યું હતું. બજેટના ગાળા દરમિયાન રોકાણકારો સાવચેત રહ્યા હતા. બીજી બાજુ બજેટ બાદ નાણામંત્રી દ્વારા ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ચોક્કસ સરકારી સિક્યુરિટી વિદેશી રોકાણકારો માટે ખોલવામાં આવી છે. કોર્પોરેટ બોન્ડમાં એફપીઆઈ માટેની રોકાણ મર્યાદા નવ ટકાથી વધારીને ૧૫ ટકા કરાઈ છે.

     કંપનીઓ ઉપર ડીડીટીને દૂર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ડિપોઝિટરી ડેટા મુજબ છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં ૧૨૧૨૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૧૧૧૧૯ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી જેથી નેટ રોકાણનો આંકડો ૧૦૦૩ કરોડ રૂપિયાનો રહ્યો છે. કેન્દ્રીય બજેટમાં કેટલાક પગલા જાહેર કરવામાં આવી ચુક્યા છે જેના લીધે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળી શકે છે. ૨૦૧૯માં એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાન્યુઆરી, જુલાઈ, ઓગસ્ટને બાદ કરતા એફપીઆઈએ સમગ્ર વર્ષ દરમિયાન બાકીના મહિનાઓમાં નાણા ઠાલવ્યા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૨૮૭૧.૮ આઠ કરોડ રહ્યો  હતો.

      એફપીઆઈ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ અને ઓક્ટોબરમાં પણ રોકાણ કર્યું હતું. એફપીઆઈ દ્વારા અગાઉના બે મહિનામાં પણ લેવાલી હાથ ધરવામાં આવી હતી.   આ પહેલા ઓક્ટોબર મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૬૪૬૪.૬ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેઓએ ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ગયા સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઇક્વિટી મૂડીરોકાણ ઉપર હાલમાં ટેક્સ માળખાની સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ પગલાની તરત અસર દેખાશે નહીં પરંતુ લાંબા ગાળે આ તમામ પગલાઓની અસર દેખાશે.

FPI દ્વારા રોકાણ.....

*   બજેટ બાદ ભારતીય મૂડી માર્કેટને લઇને કારોબારી આશાસ્પદ

*   ફેબ્રુઆરી મહિનામાં સતત છઠ્ઠા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં રોકાણ

*   વિદેશી રોકાણકારોએ ત્રીજીથી સાતમી ફેબ્રુઆરી દરમિયાન ડેબ્ટમાં ૬૩૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું

*   ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૧૧૭૨.૫૬ કરોડ પાછા ખેંચવામાં આવ્યા

*   બજેટમાં એફપીઆઈને લઇને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા

*   વિદેશી રોકાણકારો માટે ચોક્કસ સિક્યુરિટી ખોલી દેવામાં આવી

*   કોર્પોરેટ બોન્ડમાં એફપીઆઈ માટેની રોકાણ મર્યાદા નવ ટકાથી વધારીને ૧૫ ટકા કરાઈ

*   કંપનીઓ ઉપર ડીડીટીને દૂર કરવાનો નિર્ણય કરાયો

*   ૨૦૧૯માં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયાનું ભારતીય મૂડી માર્કેટમાં જંગી રોકાણ પણ કરાયું હતું

*   આર્થિક સુસ્તી અને અન્ય નકારાત્મક પાસા હોવા છતાં વિદેશી મૂડીરોકાણકારો હાલમાં આશાવાદી બનેલા છે

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૯ : એફપીઆઈએ નવા વર્ષની શરૂઆત કરી છે. ૨૦૧૯માં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૯....................... ૭૩૨૭૬.૬૩ કરોડ ઠલવાયા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(8:08 pm IST)