Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો

આરઆઈએલની મૂડી ૩૧૯૮૧ કરોડ વધી : ટીસીએસ અને ઇન્ફોસીસની માર્કટ મૂડીમાં જંગી ઘટાડો

મુંબઈ, તા. ૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૧૦ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૧૫૭૨૭૦.૮ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૩૧૯૮૧ કરોડ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી વધીને ૯૦૮૮૮.૦૨ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. આ ઉપરાંત એચડીએફસી બેંકની માર્કેટ મૂડી વધીને ૬૮૦૩૯૧.૮૫ કરોડ થઇ ગઇ છે. એરટેલ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. ભારતી એરટેલની માર્કેટ મૂડી ૨૩૦૪૯ કરોડ વધીને ૨૯૪૩૮૧.૮૭ કરોડ સુધી પહોંચી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડીમાં ૧૦૬૫૬.૮ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૮૦૧૭૭૨.૦૪ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઘટાડો થયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હજુ પણ પ્રથમ સ્થાન પર અકબંધ છે. ત્યારબાદ ટીસીએસ બીજા સ્થાન પર છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૧૪૦૬ પોઇન્ટનો અથવા તો ૩.૫૩ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં બજારમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. શેરબજારમાં પ્રવાહી સ્થિતિના દોર વચ્ચે કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે જેથી કારોબારીઓ દિશાહિન છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે વધારો થયો છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. જેથી તેની માર્કેટ મૂડી અન્ય કંપનીઓ કરતા ખુબ વધી ગઈ છે.

 કંપની

 માર્કેટ મૂડીમાં વધારો

 કુલ માર્કેટ મૂડી

 આરઆઈએલ

 ૩૧૯૮૧.૪૫

 ૯૦૮૮૮૮.૦૨

 એચડીએફસી બેંક

 ૨૩૫૦૩.૩૫

 ૬૮૦૩૯૧.૮૫

 એચડીએફસી

 ૨૩૩૮૫.૦૫

 ૪૧૬૦૦૩.૧૯

 ભારતી એરટેલ

 ૨૩૦૪૯.૭૨

 ૨૯૪૩૮૧.૮૭

 આઈસીઆઈસીઆઈ

 ૨૦૬૭૬.૧૬

 ૩૪૭૦૮૬.૫૩

 એચયુએલ

 ૧૮૬૧૭.૩૮

 ૪૬૭૫૧૨.૮૧

 એસબીઆઈ

 ૧૫૪૮૪.૨

 ૨૮૬૦૩૩.૮૦

 કોટક મહિન્દ્રા

 ૫૭૩.૪૬

 ૩૧૫૯૨૦.૦૭

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની બે કંપનીઓની માર્કેટ મૂડીમા ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટીસીએસ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્કેટ મૂડીમાં જંગી ઘટાડો થયો હોવા છતાં ટીસીએસ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ હજુ પણ બીજા સ્થાન ઉપર છે જ્યારેરિલાયન્સ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર છે. શેરબજારમાં જોરદાર પ્રવાહી સ્થિતિ રહેલી છે ત્યારે કારોબારીઓ હાલ રોકાણના મૂડમાં દેખાઈ રહ્યા નથી જેથી માર્કેટ મૂડીમાં ઉથલપાથલ દેખાય છે.

 કંપની

 માર્કેટ મૂડીમાં ઘટાડો

 કુલ માર્કેટ મૂડી

 ટીસીએસ

 ૧૦૬૫૬.૮

 ૮૦૧૭૭૨.૦૪

 ઇન્ફોસીસ

 ૧૨૯૬.૮૮

 ૩૩૦૯૮૩.૨૨

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:07 pm IST)