Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

કોરોના વાયરસ : ભારતમાં સાવચેતીના બધા પગલાઓ

ચીનથી આવતા લોકો ઉપર આખરે પ્રતિબંધ : ભારતીયોને વાયરસની સામે સુરક્ષિત રાખવા મોટો નિર્ણય

નવીદિલ્હી,તા. ૯ : ચીન સહિત દુનિયાના દેશો કોરોના વાયરસના કારણે હચમચી ઉઠ્યા છે ત્યારે ભારતમાં પણ આને લઇને પુરતી સાવચેતી રાખવામાં આવી રહીછે. સાવચેતી રાખવામાં આવી રહી હોવા છતાં શંકાસ્પદોની સંખ્યા વધી રહી છે.  હવે બિહારના ગયામાં નવેસરનો મામલો સપાટી ઉપર આવ્યો છે. અહીં તાજેતરમાં જ ચીનથી પરત ફરેલા યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગયા સરકારી હોસ્પિટલના વરિષ્ઠ વકીલ હેમંત કુમારે કહ્યું છે કે, દર્દીને ઠંડી અને કફની ફરિયાદ થયેલી છે. આ પહેલા બિહારના પશ્ચિમી ચંપારણ અને ભાગલપુર જિલ્લામાં ચીનથી આવેલા બે વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ ભારતમાં કોરોના વાયરસના હજુ સુધી ત્રણ પોઝિટિવ કેસો નોંધાયા છે અને આ ત્રણેય પોઝિટિવ કેસ કેરળમાં નોંધાયા છે. ભારત દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે જેના ભાગરુપે ભારતીયોને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માટે સરકારે ચીનથી આવનાર યાત્રીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.

           સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ બાદ જે પણ ચીનમાં પહોંચ્યા છે તેમને ભારત ફરવાની મંજુરી મળશે નહીં. આવા યાત્રીઓને વિમાની, દરિયાઈ અથવા તો અન્ય રસ્તે ભારત આવવાની મંજુરી આપવામાં આવશે નહીં. ચીનમાં ભારે ખળભળાટ હાલમાં મચેલો છે. બીજી બાજુ વાયરસને લઇને ઓરિસ્સામાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. દર્દીઓની ચકાસણી પુણેમાં થઇ રહી છે. નમૂના હાલમાં નેગેટિવ આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત ૧૪ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વિદેશથી આવતા મુસાફરોની વાયરસ અંગેની તપાસ થઇ શકે તે હેતુથી તબીબી ટીમ નિરીક્ષણ માટે મોકલવામાં આવી છે.બીજી બાજુ અમદાવાદ એરપોર્ટ ઉપર ગુજરાત સરકારે સ્ક્રીનીંગની પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવીને વિદેશમાંથી આવતા મુસાફરો માટે જરૂર જણાય તો ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવિધા છે. ચીનમાં વાયરસે જોરદાર આતંક મચાવેલો છે. મૃત્યુદર બે ટકાનો નોંધાયો છે.  દિલ્હી, મુંબઇ સહિતના તમામ વિમાનીમથક પર યાત્રીઓની ચકાસણી માટે પગલા લેવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસ પ્રત્યે દેશભરના રાજ્યો સંપૂર્ણ પણે સજ્જ છે. કેરળમાં ૩ કેસ પોઝિટિવ આવ્યા બાદ વધારે સાવધાની રાખવામાં આવી રહી છે.

ભારતમાં વાયરસ......

નવી દિલ્હી,તા. ૭ : ચીન સહિત દુનિયાના દેશો કોરોના વાયરસના કારણે હચમચી ઉઠ્યા છે ત્યારે ભારતમાં પણ આને લઇને પુરતી સાવચેતી રાખવામાં આવી રહીછે. સાવચેતી રાખવામાં આવી રહી હોવા છતાં શંકાસ્પદોની સંખ્યા વધી રહી છે.  હવે બિહારના ગયામાં નવેસરનો મામલો સપાટી ઉપર આવ્યો છે. અહીં તાજેતરમાં જ ચીનથી પરત ફરેલા યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભારતમાં વાયરસ સંબંધિત આંકડા નીચે મુજબ છે.

કુલ યાત્રીઓની ચકાસણી............. ૧૩૮૭૫૦થી વધુ

વુહાનથી લવાયેલા લોકોની સંખ્યા................. ૬૫૦

૬૪૫ લોકોના ટેસ્ટ..................... તમામના નેગેટિવ

સેમ્પલોની ચકાસણી...................................... ૫૨૦

કેરળમાં પોઝિટીવ કેસોે.................................. ૦૩

રાજ્યોમાં તપાસ.............................................. ૩૨

લોકો હાલ નજર હેઠળ..................... ૬૫૫૮થી વધુ

(8:10 pm IST)