Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

દિલ્હીમાં 62.59 ટકા મતદાન :'આપ 'ના હોબાળા બાદ ચૂંટણી પંચે 24 કલાક પછી વોટિંગના આંકડા જાહેર કર્યા

ચૂંટણી પંચે સફાળા જાગીને સાંજે સાત વાગ્યે પરેશ કોન્ફ્રન્સ કરીને માહિતી આપી

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીનું 8 ફેબ્રુઆરીએ મતદાન થઈ ગયું છે. જો કે, અત્યાર સુધી ચૂંટણી પંચે આ ચૂંટણીનું ફાઈનલ મતદાન કેટલા ટકા થયું છે, તે જાહેર કર્યું નથી. જેને લઈ આમ આદમી પાર્ટીએ હંગામો કર્યો છે. આ બાબતની ગંભીરતા જાણી ચૂંટણી પંચ સફાળું જાગ્યું છે. રવિવારે સાંજે 7 વાગ્યે એક પ્રેસ કોન્ફરંસને સંબોધન કર્યું હતું.

   દિલ્હીમાં થયેલા મતદાનના આંકડા આજે ચૂંટણી પંચે જાહેર કર્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 62.59 ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, મોડી રાત સુધી થયેલા મતદાનના કારણે આંકડા જાહેર કરવામાં મોડુ થઈ રહ્યું છે.

મતની ટકાવારી જાહેર ન કરવામાં મોડુ થતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર સવાલો ઉભા કર્યા છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આ એકદમ ચૌંકાવનારુ છું, ચૂંટણી પંચ શું કરી રહ્યું છે. મતદાનના આટલા કલાક થવા છતાં પણ આંકડા કેમ જાહેર કરતા નથી.

(8:02 pm IST)