Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

LICની કુલ સંપત્તિ વધીને ૩૨ લાખ કરોડથી વધુ થઇ

આઈપીઓથી પહેલા એલઆઈસીનો નવો રેકોર્ડ : ન્યુ બિઝનેસ પ્રિમિયમથી તેની કુલ કમાણીનો આંક વધ્યો

મુંબઈ, તા. ૯ : બજેટની જાહેરાત કરવામાં આવ્યા બાદથી એલઆઈસીને લઇને નવી નવી વિગતો સપાટી ઉપર આવી રહી છે. સરકાર લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) દ્વારા આઈપીઓ જારી કરવામાં આવનાર છે. તેના બિઝનેસને લઇને લોકોમાં ઉત્સાહ વધી ગયો છે. એલઆઈસીના બિઝનેસમાં એક નવા રેકોર્ડે પણ એન્ટ્રી કરી લીધી છે. નવા બિઝનેસ પ્રિમિયમથી તેની કુલ કમાણીનો આંકડો પ્રથમ વખત ૧.૧૨ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. હવે એલઆઈસીની માર્કેટ હિસ્સેદારી ૭૭.૬૧ ટકા સુધી પહોંચી ગઈ છે. સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી એલઆઈસીની કુલ આવકમાં ૧૭.૭૯ ટકાનો ઉછાળો આવ્યો છે અને તે આંકડો ૨ લાખ ૯૭ હજાર ૧૭ કરોડ રૂપિયા નોંધાયો છે. એક વર્ષ પહેલા આજ અવધિમાં તેની કમાણી બે લાખ ૫૨ હજાર ૧૪૯ કરોડ રૂપિયા રહી હતી.

          આ ગાળા દરમિયાન સંપત્તિમાં કુલ ૭.૯૨ ટકાનો ઉછાળો આવ્યો છે. એલઆઈસીની સંપત્તિ ૨૯ લાખ ૮૯ હજાર ૭૭૬ કરોડ રૂપિયાથી વધીને ૩૨ લાખ ૨૫ હજાર ૯૦૫ કરોડ રૂપિયા વધી ગઈ છે. એલઆઈસીના ચેરમેન એમઆર કુમારે કહ્યું છે કે, ફર્સ્ટ યર વ્યક્તિ ન્યુ પ્રિમિયમમાં જાન્યુઆરી ૨૦૨૦ સુધી ૧૭.૪૮ ટકાનો વધારો થયો છે. નંબર ઓફ પોલિસી અને ફર્સ્ટ યર પ્રિમિયમની દ્રષ્ટિથી જાન્યુઆરી સુધી એલઆઈસી માર્કેટ શેર ૭૭.૬૧ ટકા અને ૭૦.૨ ટકા રહી છે. એલઆઈસીના નવા બિઝનેસ પ્રિમિયમમાં ઉલ્લેખનીય વધારો થયો છે. એલઆઈસીના નવા રેકોર્ડ સાથે કુલ એસેટનો આંકડો ૩૨ લાખ કરોડના આંકડાથી ઉપર છે.

(7:57 pm IST)