Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

કોરોના વાયરસથી ફાર્મા ઉદ્યોગને અસરો થઇ શકે

ભારતીય દવા ઉદ્યોગમાં હાહાકાર

નવી દિલ્હી, તા.૯ : ચીનમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે ભારતીય દવા ઉદ્યોગ ઉપર પણ ભારે અસર થઇ શકે છે. ૨૦૧૮-૧૯માં ચીનની દવા કંપનીઓમાં કુલ ભારતીય આયાતમાં હિસ્સેદારી ૬૭.૫૬ ટકાની આસપાસ હતી. મુલ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ કારોબાર ૨૪૦.૫૪ કરોડ ડોલર સુધી પહોંચે છે. ભારતીય દવા કંપનીઓની નજર ચીનમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિ છે. ફાર્મા એલાયન્સના મહાચિવ સુદર્શન જૈને કહ્યું છે કે, તમામ કંપનીઓની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સરકાર પણ આ મામલાથી વાકેફ છે. ભારતીય એન્ટીબાયોટિક અને વિટામિન જેવી ચીજવસ્તુઓને લઇને ભારત આયાત ઉપર આધારિત છે. કંપનીઓ આ પ્રકારની દવાઓ માટે બેથી ત્રણ મહિનાનો ભંડાર રાખે છે. કોરોના વાયરસથી થનાર અસરને લઇને મૂલ્યાંકનની ગતિવિધિ ચાલી રહી છે.

(8:10 pm IST)