Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ઓડીસામાં પેસેન્જર બસ ઉપરથી પસાર થતા 11 કિલોવોટ ઇલેક્ટ્રિક વાયર અડકી જતા નવ લોકોના મોત : 22 ઘાયલ

મુખ્યમંત્રીએ મૃતકોને બે લાખની સહાય જાહેર કરી :ઘાયલોને વિનામૂલ્યે સારવાર : તપાસના આદેશ

ઓડિશાના ગંજામ જિલ્લામાં એક પેસેન્જર બસ ઉપરથી પસાર થતાં 11 કિલોવોટ ઇલેક્ટ્રિક વાયરની પકડમાં આવી જતા  નવ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે.

  ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતરની પણ જાહેરાત કરી છે. તેમજ ઘાયલોની વિના મૂલ્યે સારવાર કરાશે. રાજ્યના પરિવહન પ્રધાન પદ્મનાભ બેહરાએ જણાવ્યું હતું કે આ ઘટનાની વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    કેન્દ્રીય પેટ્રોલિયમ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને ઈજાગ્રસ્તોને જલ્દી સ્વસ્થ થવાની ઇચ્છા કરી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને એમકેસીજી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવી રહ્યા છે. કેટલાકની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવાય છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. પોલીસે જણાવ્યું કે જંગલપાડુથી ચિકરાડા જઇ રહેલી બસ 11 કિલોવૉટના ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવી હતી. જેના કારણે બસને આગ લાગી હતી.

(7:52 pm IST)