Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

દલિત મતદારોને સાધવાની ફિરાકમાં કોંગ્રેસ :વારાણસીમાં સંત રવિદાસના જન્મસ્થળમાં કાર્યક્રમમાં પહોંચ્યા પ્રિયંકા

પ્રિયંકાએ માથું ટેકાવ્યું હતું અને ત્યાં ચાલતા લંગરમાં પણ ભાગ લીધો

વારાણસીમાં સંત રવિદાસના જન્મસ્થળમાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી કોંગ્રેસ મહાસચિવે ત્યાં માથું ટેકાવ્યું હતું અને ત્યાં ચાલતા લંગરમાં પણ ભાગ લીધો હતો. ત્યાર બાદ ત્યાં સભામંડપમાં પહોચી કહ્યું કે, આજે અહીં આવી ઘણી ખુશી થઈ રહી છે. દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી આવતા લોકોનું હું સ્વાગત કરૂ છું. આભાર માનુ છું. મારુ સૌભાગ્ય છે કે, અહીં માથુ ટેકવવા મળ્યું. કબીર અને રવિદાસે સૌને સાથે મળી રહેવાનું શિખવ્યું છે. માણસોને કોઈ પણ ધર્મમાં વહેંચવા જોઈએ નહીં. તેમનામાં ફક્ત ઈન્સાનિયત જોવી જોઈએ. આજે આપણે તમામે તેમના બતાવેલા રસ્તે ચાલવાની જરૂર છે.

        ઉત્તર પ્રદેશના રાજકારણમાં પગ પેસારો કરવા માટે પ્રિયંકા ગાંધી સતત મથી રહ્યા છે. તે ક્યારેક સીએેએના પ્રદર્શનમાં પહોચે છે, તો ક્યારે ખેડૂતોના દુ:ખ-દર્દ જાણવા તો ક્યારેક કાયદો અને વ્યવસ્થાના નામે ચાલતા ગોરખધંધામાં પણ લોકોને ન્યાય અપાવવાના પ્રયત્નો કરતા જોવા મળે છે. રવિદાસ મંદિરમાં ભાગ લેવો એ પણ એક પ્રકારની રાજનીતિનો ભાગ જ ગણી શકાય છે. હાલમાં જોઈએ તે, દલિતોને બીએસપી સાથે મોહભંગ થતો જોઈ શકાય છે. દલિતોને એક મોટો ભાગ હવે માયાવતી સાથે નથી. પણ જે રીતે દલિત એક્ટમાં સંશોધન થયા છે, તે જોતા ભાજપ પણ ખાંટીને જાય તેવી સ્થિતી નથી. તેથી પ્રિયંકા ગાંધીની નજર આ વર્ગ પર આવીને અટકી છે.

(6:42 pm IST)