Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

24 કલાક બાદ પણ મતદાન ટકાવારી જાહેર કેમ નથી? : EVM સુરક્ષા પર આપએ ઉઠાવ્યા સવાલ

સંજય સિંહે કહ્યું, EVMમાં કંઇ ગરબડ કરી છે તો BJP વાળા બતાવે

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ ચૂક્યું છે અને એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. ત્યારે ચૂંટણી પરિણામની પહેલા AAP નેતા સંજય સિંહે EVMની સુરક્ષાને લઇને સવાલો કર્યા છે. સંજય સિંહે કહ્યું કે દિલ્હીમાં 70 વિધાનસભા છે પરંતુ 24 કલાક વિત્યા બાદ પણ વોટિંગ ટકવારી જારી નથી થયા. ચૂંટણી પંચ સ્પષ્ટ કરે કે વિલંબ કેમ થઇ રહ્યું છે.

   સંજય સિંહ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ચૂંટણી પંચ પર સવાલ ઉભા કર્યા. તેઓેએ ટ્વિટ કરી કહ્યું, આ ખુબજ ચોંકાવનારું છે. ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? મતદાનના કેટલાય કલાક બાદ પણ તેઓ મતદાનના આંકડા જારી કેમ કરી રહ્યા નથી?

(6:37 pm IST)