Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

મતની ટકાવારીમાં વિલંબ શકાસ્પદ : AAPએ ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ : કંઇક રમત રમાતી હોવાનો લગાવ્યો આરોપ

મતદાનનાં 24 કલાક બાદ પણ મતદાનનાં આંકડા જાહેર કરવામાં આવ્યા નથી

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચુક્યું છે અને એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનાં સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પરિણામો પહેલા જ AAP નેતા સંજય સિંહે ઈવીએમને લઇને પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે.

  સંજય સિંહે કહ્યું છે કે દિલ્હીમાં 70 વિધાનસભા છે, પરંતુ 24 કલાક બાદ પણ વોટિંગ પર્સેંટ જાહેર નથી થયા. ચૂંટણી પંચ સ્પષ્ટ કરે કે આટલું મોડું કેમ? સંજય સિંહ ઉપરાંત દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉભા કર્યા છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 'આ બિલકુલ ચોંકાવનારું છે. ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? મતદાનનાં અનેક કલાક બાદ પણ મતદાનનાં આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.' તો સંજય સિંહે કહ્યું છે કે, 'ભારતીય જનતા પાર્ટીએ દાળમાં કંઇ કાળું કર્યું છે તો જણાવી દો, EVMમાં કંઇક ગોટાળો કર્યો છે તો બીજેપીવાળા જણાવે. 70 વર્ષનાં ઇતિહાસમાં કેટલું મતદાન થયું તે ચૂંટણી પંચ જણાવવા માટે તૈયાર નથી. કંઇક રમત રમાઈ રહી છે. અંદરને અંદર કંઇક પકવવામાં આવી રહ્યું છે.'

(6:31 pm IST)