Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

કથુઆ દુષ્કર્મ આગલી સુનાવણી સામે સુપ્રિમ કોર્ટે ફરમાવ્યો મનાઇ હુકમ

નવી દિલ્લીઃ  સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરના કથુઆમાં ૮ વર્ષની બાળકીની દુષ્કર્મ પછી હત્યા મામલે સગીર આરોપી સામે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની  કાર્યવાહી પર સ્ટે આપી દીધો છે. જસ્ટિસ એન.વી. રમણા, અજય રસ્તોગી અને વી. રામાસુબ્રમણ્યમની બેન્ચે આ આ સ્ટે જમ્મુ-કાશ્મીર  તંત્રની એ અરજી આપ્યો જેમા કહેવાયુ હતું કે ર૦૧૮ માં ગુના વખતે આરોપી સગીર હતો. અને જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે નીચલી કોર્ટના આદેશની પૃષ્ટિ કરી ભુલ કરી છે.

આ કેસમાં આગામી સુનાવણી ૧૬ માર્ચે થશે. સુપ્રીમ કોર્ટમા જમ્મુ-કાશ્મીર તંત્ર તરફથી વકીલ પી. એસ. પટવાલિયાએ કહ્યું કે     ૧૧ ઓકટોબર  ર૦૧૮ ના રોજ હાઇકોર્ટે ર૭ માર્ચ ર૦૧૮ ના રોજ નીચલી કોર્ટના આદેશ પર ભૂલથી મોહર લગાવી હતી.

(12:58 pm IST)