Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

મહારાષ્ટ્રના જલગાંવમા પેસેન્જરને બચાવવા પ૦૦ મીટર ટ્રેન પાછળ લઇ ગયાઃ હવે રેલવે તેમનું સન્માન કરશે.

જલગાંવઃ  મહારાષ્ટ્રમાં જલગાંવ નજીક પચોરા  અને મહેજી સ્ટેશનો વચ્ચે ગુરુવારે એક ટ્રેનમાંથી પેસેન્જર પડી ગયો હતો તેને બચાવવા લોકો પાઇલટ અને ગાર્ડ દેવલાલી પેસેન્જર ટ્રનને લગભગ પ૦૦ મીટર  સુધી પાછળ લઇ ગયા હતા.  ઘાયલ પેસેન્જરને  નજીકના સ્ટેશને લઇ જવાયો અને ત્યાંથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના પગલે રેલવેએ લોકો પાઇલટ દિનેશકુમાર અને ગાર્ડને સન્માનિત કરવાનું નકકી કર્યુ હતુ.

રેલવે મંત્રી પિયુષ ગોયલે રેલવેના બન્ને કર્મચારીની તત્કાળ કાર્યવાહીની પ્રશંસા કરી વીડિયો શેર કરીને લખ્યુ - રેલવે કર્મચારીઓની માનવતા અને સંવેદનશીલતાનુ આ એક બહેતરીન ઉદાહરણ છે. ઘાયલ યુવક સંજય પાટીલ હવે ભયમુકત છે.

(12:55 pm IST)