Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

કર્ણાટકમાં મુખ્યમંત્રી ખાતાઓની ફાળવણી કરી કેબીનેટમા વધુ મંત્રીઓને સમાવવાની કવાયત હાથ ધરશે

શિવમોગાઃ  કર્ણાટકમાં મહત્વનાં મંત્રાલયો માટે નવા મંત્રીઓ તરફથી વધતા દબાણ વચ્ચે મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે તે વિભાગોની વહેંચણી સોમવારે કરશે. કેબિનેટ વિસ્તરણને લઇને અસંતોષ પણ સામે આવ્યો છે. ભાજપા નેતા અને તીર્થહલ્લીથી ૪ ટર્મથી ધારાસભ્યપદે ચુંટાતા  અરાગા જ્ઞાનેન્દ્રએ કેબિનેટ વિસ્તરણ અંગે નિરાશા વ્યકત કરતા કહ્યું કે હું અને યેદિયુરપ્પા એકસાથે જ રાજકારણમાં આવ્યા. કોઇ લાલચ વિના પક્ષને ઉભો કર્યો. આજની સ્થિતિ બધાને ખબર છે.

યેદિયુરપ્પાએ મને કેબિનેટમાં સમાવવા અંગે વિચારવું જોઇએ. બીજી તરફ કોંગ્રેસના નેતા પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ યેદિયુરપ્પાને અયોગ્ય ગણાવી કહ્યું કે આ મંત્રીમંડળ અસંતુલિત છે. જેમાં ૧૩ જિલ્લાની ઉપેક્ષા કરાઇ છે. જેથી અસંતોષ રહેશે. તાજેતરમાં જ કેબિનેટ વિસ્તરણમાં ભાજપમાં આવેલા કોંગ્રેસ-જેડીએસના બળવાખોર અને પેટાચૂંટણી જીતેલા ૧૦ ધારાસભ્ય સહિત ૧૭ લોકોને મંત્રી બનાવાયા હતા.

(2:06 pm IST)