Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

કોર્ટ કેસોનું ભારણ ઘટાડવા મધ્યસ્થી કાયદાની જરૂરિયાત પર ભાર મુકતા ચીફ જસ્ટિસ બોબડે

આ કાયદાથી કેસના ઉકેલમાં ઓછો સમય લાગશે

નવી દિલ્લીઃ  ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું છે કે કેસ અગાઉ અનિવાર્ય પણે મધ્યસ્થી કાયદા સહિતના  સર્વગ્રાહી કાયદા લાવવાનો અત્યારે યોગ્ય સમય છે. આ કાયદાથી કોર્ટમાં કોઇપણ કેસના ઉકેલમાં ઓછો સમય લાગશે. આ સાથે જ કાયદા પાસે કાર્યક્ષમતા પણ સુનિશ્ચિત થઇ જશે. સીજેઆઇ શનિવારે વૈશ્વિકરણના યુગમાં મધ્યસ્થી વિષય પર યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય સંમેલનમા બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં સંસ્થાગત મધ્યસ્થીના વિકાસ માટે એક મજબૂત આર્બિસ્ટ્રેશન બારની જરુર છે. કારણ કે તે જ્ઞાન અને અનુભવ ધરાવતા  વ્યાવસાયિકોની ઉપલબ્ધતા અને પહોંચ પણ  સુનિશ્ચિત કરશે. મધ્યસ્થીનો મતલબ સમાન રીતે કેસ કરવો નથી થતો. આંતરરાષ્ટ્રીય  મધ્યસ્થીમાં ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કરતા જસ્ટિસ બોબડેએ કહ્યું કે હાલના  સમયમાં વૈશ્વિકરણને કારણે ભારત સાથેની સરહદ પારની લેવડ-દેવડમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે જેથી સરહદ પર મધ્યસ્થીની માંગ વધી છે.

(12:50 pm IST)