Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

લગભગ સાડા ચાર મિલિયન ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી ડાર્ક નેટ (જાસૂસી વેબસાઇટ) પર વેચાઇ રહી છેઃ સાયબર સિક્યુરિટી ફર્મ ગ્રુપ-આઇબી દ્વારા આ વાત બહાર આવી

નવી દિલ્‍હીઃ ભારતના લાખો લોકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જોખમમાં છે. લગભગ સાડા ચાર મિલિયન ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી ડાર્ક નેટ (જાસૂસી વેબસાઇટ) પર વેચાઇ રહી છે. સાયબર સિક્યુરિટી ફર્મ ગ્રુપ-આઈબી દ્વારા આ વાત બહાર આવી છે. તે સિંગાપોરની સાયબર સિક્યુરિટી કંપની છે.

ગ્રુપ-આઈબીએ 4,60,000 થી વધુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ સાથે આવા ડેટાબેસને શોધી કાઢ્યો છે. જેને 5 ફેબ્રુઆરીએ ડાર્કબેવ જોકર્સ સ્ટાશ પર અપલોડ કરવામાં આવી છે. આમાંથી 98 ટકા કાર્ડ ભારતની નામાંકિત બેંકોનાં છે. વેચાયેલી માહિતીમાં કાર્ડ નંબર તેમજ સીવીવી કોડ શામેલ છે.

ભારતીય કાર્ડધારકોના કાર્ડ રેકોર્ડ્સ અપલોડ કરાયો છે આ બીજો સૌથી મોટો રેકોર્ડ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં કાર્ડની માહિતી અપલોડ કરવાનો પહેલો કિસ્સો સામે આવ્યો હતો.

ડાર્ક નેટ પર વેચાયેલી માહિતીની કિંમત લગભગ 4.2 મિલિયન અથવા લગભગ 30 કરોડ રૂપિયા છે. અત્યારે તે જાણી શકાયું નથી કે આ મહત્વપૂર્ણ માહિતી જાસૂસ વેબસાઇટ પર કેવી રીતે પહોંચી.

ગ્રુપ આઇબીએ કહ્યું છે કે, તેમણે ડેબિટ-ક્રિડિટ કાર્ડની જાણકારી વેચાણ વિષે ઇન્ડિયાન કોમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન)ને જાણકારી આપી દીધી છે. ડાર્ક નેટ એ જાસૂસી વેબસાઇટ હોય છે, જેની આડમાં નશીલા પદાર્થોની તસ્કરી તથા અન્ય ગેરકાયદેસર કામ કરવામાં આવે છે.

(11:00 am IST)