Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલ્સ મુદ્દે ભાજપે મતદાનની સમીક્ષા બેઠક કરીઃ તમામ નેતાઓનો એક સુર- ભાજપની સરકાર બનશે

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી મુદ્દે બોલાવાયેલી ભારતીય જનતા પાર્ટીની મીટિંગ શનિવારે મોડી રાત્રે પુર્ણ થઇ. પાર્ટી નેતાઓની સાથે ચર્ચા બાદ કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે Exit Polls પર નહી પરંતુ Exact Polls પર વિશ્વાસ કરીએ છીએ. જે 11 ફેબ્રુઆરીએ આવશે. તેમણે કહ્યું કે, અમે ચૂંટણી જીતી રહ્યા છીએ તેમાં શંકાને કોઇ સ્થાન નથી. સુત્રો અનુસાર વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલ્સ મુદ્દે ભાજપે મતદાનની સમીક્ષા બેઠક કરી હતી. જેમાં રહેલા તમામ નેતાઓએ કહ્યું કે, ભાજપની સરકાર બનશે. પાર્ટી નેતાઓએ 32-40 સીટો ઓછી જીતી હોવાનો દાવો કર્યો છે. તેમણે Exit Poll ના આંકડાને ખોટા ઠેરવ્યા છે.

તમામ સાંસદોની મીટિંગ

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ દિલ્હીનાં તમામ સાંસદોની મીટિંગ બોલાવી હતી. રાજ્યનાં તમામ 7 ભાજપ સાંસદ ડૉ. હર્ષવર્ધન, ગૌતમ ગંભીર, મીનાક્ષી લેખી, મનોજ તિવારી, હંસરાજ હંસ, રમેશ વિધૂડી, પ્રવેશ વર્મા સહિત પાર્ટીનાં વરિષ્ઠ નેતા વિજય ગોયલ, હરદીપસિંહ, નિત્યાનંદ રાય અને પ્રકાશ જાવડેકર સહિતનાં નેતાઓ મીટિંગમાં હાજર રહ્યા હતા. 

જીતની ભવિષ્યવાણી
ભાજપનાં દિલ્હી પ્રમુખ મનોજ તિવારીએ પણ પાર્ટીની જીતની ભવિષ્યવાણી કરતા એક ટ્વીટ કર્યું. તિવારીએ લખ્યું કે, તમામ એક્ઝિટ પોલ્સ ફેલ થશે. મારું આ ટ્વીટ સાચવીને રાખજો. ભાજપ દિલ્હીમાં 48 સીટો સાથે સરકાર બનાવશે. EVmને દોષ આપવા માટેનાં બહાના અત્યારથી જ શોધવાનાં ચાલુ કરી દો.

(10:58 am IST)