Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

18 વર્ષની ઉંમર પહેલા યુવતીના લગ્ન ન થઇ શકે તેવો કાયદો કાગળ ઉપર : પાકિસ્તાનમાં સગીર વયની ખ્રિસ્તી યુવતી સાથેના મુસ્લિમ યુવકના લગ્ન સિંધ કોર્ટએ માન્ય કર્યા : યુવતીના વાલી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે

કરાંચી : પાકિસ્તાનમાં 14 વર્ષની સગીર વયની ખ્રિસ્તી યુવતી હુમાનું  અપહરણ કરી ધર્માન્તર કરાવી ફરજીયાત શાદી કરી લેનાર મુસ્લિમ યુવક અબ્દુલ જબર  વિરુદ્ધ યુવતીના વાલીએ સિંધ કોર્ટમાં નોંધાવેલી ફરિયાદ અમાન્ય કરવામાં આવી છે.જેના કારણમાં જણાવાયા મુજબ શરીઆ કાનૂન મુજબ યુવતી સગીર વયની હોવા છતાં જો માસિક ધર્મમાં બેસતી હોય તો લગ્ન થઇ શકે છે.

નીચલી કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ યુવતીના વાલીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કર્યું છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:28 pm IST)