Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટીના નેતાએ હિન્દૂ વિરોધી પોસ્ટર મુકવા બદલ માફી માંગી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કાશ્મીર એકતા દિવસની ઉજવણી નિમિત્તે 5 ફેબ્રુઆરીના રોજ હિન્દૂ વિરોધી નારા સાથેના પોસ્ટર મુકવા બદલ ઇમરાન ખાનની પાર્ટીના નેતાએ માફી માંગી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

લાહોર સ્થિત ઇમરાન ખાનની પાર્ટીના નેતા મિયાં અકરમ ઉસ્માનએ મુકેલા આ પોસ્ટર વિરુદ્ધ ભારે ઉહાપોહ થયો હતો જેને લઈને તેમણે ટવીટરના માધ્યમથી ચોખવટ કરી હતી અને પોસ્ટરમાં પ્રિન્ટરે ભૂલથી નરેન્દ્ર મોદીના બદલે હિંદુઓ શબ્દ વાપર્યો હતો તેવો બચાવ કર્યો હતો અને હિન્દુઓની લાગણી દુભાવવા બદલ માફી માંગી હતી.

(1:05 pm IST)