Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ઉત્તરપ્રદેશ અને ઉતરાખંડમાં લઠ્ઠાકાંડથી હાહાકાર : ઝેરી દારૂથી 90નાં મોત : 175ની ધરપકડ

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત 10 પોલીસકર્મી અને એક્સાઇઝ વિભાગના ત્રણ ઇન્સપેક્ટર તથા બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ

 ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના નાગલ, ગાગલહેડી અને દેવબંધ પોલીસ સ્ટેશનની હદના ગામોમાં જ્યાં મોડી રાત્રે ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 90 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ, 22 લોકો હોસ્પિટલમાં દાખલ છે.ઘટનામાં અત્યારસુધીમાં 175 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 દુર્ઘટના બાદ શનિવારે સહારનપુરના ડીએમ આલોક કુમાર પાંડેય અને એસએસપી દિનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે 36 લોકોનાં મોત સહારનપુરના અલગ-અલગ ગામોમાં થયા છે. જ્યારે 11 લોકોના મેરઠમાં સારવાર દરમિયાન મોત થયાં છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા ગેરકાયદેસર દારૂના વેપાર સાથે જોડાયેલા 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકી લોકોની ધરપકડ માટે પોલીસ ટીમ દરોડા પાડી રહી છે.

   આ મોટી બેદરકારી પર એસએસપી દિનેશ કુમારે નાગલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત 10 પોલીસકર્મી અને એક્સાઇઝ વિભાગના ત્રણ ઇન્સપેક્ટર તથા બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે.જણાવી દઈએ કે, કુશીનગરના તરયાસુજાન પોલીસ સ્ટેશનની હદમાં ઝેરી દારૂ પીનારા વધુ પાંચ લોકોના ગુરુવારે મોત થયા. બુધવારે પણ પાંચ લોકોના મોત થયા હતા. વહીવટીતંત્રએ આ મામલામાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અને એક્સાઇઝ નિરીક્ષક સહિત 9 લોકોને સસ્પેન્ડ કરી દીધા છે

(12:45 am IST)