Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

“ચિલ્‍લાઇ કલાન” એડવેન્‍ચર એટલે કેશર કાવો સમોવારી કાશ્‍મીરી સ્‍વાદિષ્‍ટ વ્‍યંજન, નમકીન ચા સાથે હુકકા-પાણી

ઐતિહાસીક લાલચોકની વાણીન્નયક ગલીકુચીમાં જઇ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સ્‍થાનિક કાશ્‍મીરીના લાઇવ ઇન્‍ટરવ્‍યુ લેવા ગયા ત્‍યારે સ્‍થાનિક કાશ્‍મીરીઓએ ભાવપૂર્વક આવકાર આપી હોશે હોશે ઇન્‍ટરવ્‍યુ આપતા જણાવેલ કે કાશ્‍મીર પધારતા લોકો અમારા મહેમાનો છે અને તેમની મહેમાનનવાઝી કરવી તે અમારી પવિત્ર ફરજ છે, કાશ્‍મીરમાં મોડી રાત્રી સુધી બહેનો પણ સલામત  સહેલગાહ કરી શકે છે.  

વધુમાં સ્‍થાનિક વેપારીઓએ જણાવેલ કે કાશ્‍મીરના દુરદરાન્નજ સીમાવર્તીક ક્ષેત્રમાં આતંક હુમલાઓ થતા હોય છે. ટુરીસ્‍ટ પોઇન્‍ટ ઉપર પ્રવાસીઓ ઉપર સીધા હુમલા થવાનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું છે તે નોંધનીય બાબત હોવા છતા સમસ્‍ત કાશ્‍મીર ખીણ આંતકના ઓછાયા હેઠળ હોવાના સમાચાર પ્રદર્શિત થાય છે તે ખેદજનક છે.

દેશના વિવિધ પ્રાંતમાંથી કાશ્‍મીરમાં  ફરવા આવેલ પ્રવાસીઓને પુછતા તેઓએ પણ જણાવેલ કે અમો અહીયા કોઇપણ જાતના ડર વગર મોડી રાત્રી સુધી હરીએ ફરીએ છીએ, કાશ્‍મીરીઓએ માન સન્‍માન સાથે કરેલ મહેમાનનવાઝી અમો કયારેય વિસરી શકીએ તેમ નથી.

શ્રી લાલચોક મુકામે લાઇવ સમાચાર પુરા કયાં અગાઉ જ હળવી હિમવષાં (સ્‍નોફોલ) ચાલુ થઇ ગયેલ તે મુઘલ ગાડંન સુધી પહોંચતા જ ભારે હિમવષાંમાં પરિવતીંત થતા અમો રોમાંચીત થઇ ડાલસરોવર કિનારે હિમવર્ષા માણવા કારને ઉભી રાખી બહાર નીકળ્‍યા. 

ખળખળતા, ઉછળતા, કુદતા ડાલસરોવરના પાણી ભભચિલ્‍લાઇ કલાનભભની તીવ્ર ઠંડીના આક્રમણથી ઠરીને થીજી ગયા હતા, તેની ઉપર હિમવષાં થતા આખું સરોવર સફેદ ચાદરમાં લપેટાઇ ગયું .

ભારોભાર ઉભરાતી આંતરીક યર્જા અને ખુશી વચ્‍ચે ડાલસરોવર કિનારે ધરાઇ ધરાઇને હિમવર્ષા માણવાનો આનંદ કયારેય વિસરી શકાશે નહી.

ચોથા દિવસે સવારે સોનમગં તરફ જવા નેશનલ હાઇવે નંબર એક ઉપર રવાના થયા ત્‍યારે સામાન્‍ય રીતે ટ્રાફિકથી વ્‍યસ્‍ત રહેતો આ રસ્‍તો ભભચિલ્‍લાઇ કલાનભભને કારણે સુમશાન ભાષતો હતો.

રસ્‍તાની બંને બાજુ બરફના  ખડકાયેલા ઢગલા વચ્‍ચે કાશ્‍મીરી કિશોરો ક્રિકેટની મજા માણી રભ હતા. આ અદભુત દ્રશ્‍ય જોઇને કિરીટભાઇ આ અલૌકિક નૈસર્ગીક વાતાવરણમાં ક્રિકેટ માણવા માટે ઇચ્‍છુક થતા કાર પાછી વાળીને કાશ્‍મીરી કિશોરો સાથે ક્રિકેટની મોજ માણી હતી.

ક્રિકેટની મોજ માણતા માણતા કાશ્‍મીરી કિશોરો સાથે આત્‍મીયતાનો નાતો કેળવતા તેમની સાથે ગીતસંગીત, નાચગાન, રમતગમ્‍મત કરી તેમની સાથે વૈચારીક આદાન પ્રદાન કરી રભ હતા ત્‍યારે કાશ્‍મીરી કિશોરોએ પોતાની વેદના ઠાલવતા કભ્‍ુ હતું કે અમારે હાથમાં પથ્‍થરો નથી જોઇતા કામ જોઇએ છે, અમોને કામ મળવું જોઇએ. 

કાશ્‍મીરી કિશોરો સાથે આત્‍મીયતા પૂવંક સમય વીતાવી તેમનામાં પાંગરેલ શકિતઓનો અંદાજ મેળવી કિરીટભાઇએ એટલુંજ કભ્‍ુ કે જો આ બાળકોને હાથમાં રોજીરોટી આપવામાં આવે તો આ જ હાથ પત્‍થરો મુકીને કાશ્‍મીરની દિશા અને દશા ચોકકસ બદલાવી શકે તેમ છે.

એકદમ નિર્દોષ કાશ્‍મીરી કિશોરોએ અમોને જે ઉમળકાથી આવકાર આપીને અમારી સાથે રમત ગમ્‍મત કરી છે તે ક્ષણ અમારા જીવનમાં ચીરંજીવી રહેશે.

સિંધુવેલી :

સિંધુ નદી કિનારે પહાડ ઉપરના સપાંકાર રસ્‍તા ઉપર આગળ વધી રભ હતા ત્‍યારે સમાચારને લાઇવ કરવા માટે સિંધુ નદી કિનારે આવેલ એક રમણીય ટેકરી ઉપર ગોઠણબુડ બરફથી છવાયેલ ફામં હાઉસ પહોંચ્‍યા ત્‍યારે નીચે નજર કરતા સ્‍વર્ગને પણ ભુલાવે તેવું અલૌકીક દ્રશ્‍ય હતું. 

સામાન્‍ય રીતે સિંધુ નદી એક કિલોમીટર સુધી વાતાવરણને ગુંજવી નાખતી ખળખળ વહેતી ધમાશાન પ્રવાહથી પત્‍થરો સાથે અથડાતી અથડાતી પ્રચંડ અવાજ સાથે ધમાશાન વહેતી યૌવનવંતી સિંધુ નદી ભભચિલ્‍લાઇ કલાનભભના સમયમાં જાણે વિધવાનું સ્‍વરૂપ ધારણ કરી લીધુ હોય તેમ હિમ નદીમાં રૂપાંતર થઇ શાંત ચીતે ઘ્‍યાનમગ્ન અવસ્‍થામાં ભાસતી હતી.

સિંધુ નદીની ચોતરફ આવેલ બરફાચ્‍છાદીત પહાડીઓ સિંધુ નદીના સૌંદંય ને વધુ નીખારી રહી હતી.

વેરીનાગ :

જેવી રીતે હિન્‍દુ ધર્મની આસ્‍થા ગંગાના ઉદ્‌ભવ સ્‍થાન ગંગોત્રીનું જેટલું અને જેવું મહત્‍વ છે તેટલું જ અને તેવું મહત્‍વ કાશ્‍મીરીઓમાં જેલમ નદીના ઉદ્‌ભવ સ્‍થાન વેરીનાગનું છે કારણકે જેલમ નદી કાશ્‍મીરીઓની જીવાદોરી અને કામધેનુ છે.

ભભચિલ્‍લાઇ કલાનભભ ના દિવસોમાં કાશ્‍મીરી ખીણના સરોવરો, હિમશીખરો થીજી ગયેલ હોય ત્‍યારે ભુમીમાંથી નીકળતા જળા / ધરા કે જેને કાશ્‍મીરીઓ નાગ તરીકે ઓળખે છે તેનાથી નદીઓના વહેણ વહેતા હોય છે.

કાશ્‍મીર ખીણમાં અનંત ઝરા / ધરા એટલેકે નાગ આવેલા હોવાથી ઘણા સ્‍થળોના નામ નાગ ઉપરથી પડેલ છે જેમ કે વેરીનાગ, કોકરનાગ, શેષનાગ, અનંતનાગ.

ભભચિલ્‍લાઇ કલાનભભ ના દિવસોમાં મિનીટમાં કરોડો ગેલન મીનરલ વોટર ભુમીમાંથી ઝરા સ્‍વરૂપે બહાર આવી કાશ્‍મીરીઓની તુષ્‍ણા માટે અને ખેતીની પીયતને તૃપ્‍ત કરે છે.

આવા અનંતનાગ પૈકી વેરીનાગ એ જેલમ નદીનું ઉદ્‌ભવ સ્‍થાન હોવાથી અંતરયાલ વિસ્‍તારમાં આવેલ હોવા છતા તીવ્ર ઠંડીમાં પણ ત્‍યા જવાને બદલે વેરીનાગ જવા માટેનો મોહ ટાળી શકયા નહી.

પચાસ ફુટ વ્‍યાસવાળા ગોળાકાર ઝરાને મુઘલ સ્‍થાપત્‍ય શૈલીથી  બાંધવામાં આવેલ વેરીનાગની ભુમીમાંથી નીકળતું ખડકીય તત્‍વો વાળું ઠંડુ પાણી કાતિલ ઠંડીમાં પીધા બાદ પણ તાજગી અનુભવ્‍યાનો અહેસાસ થયો હતો.

અમો વેરીનાગની ફોટોગ્રાફી કરી રભ હતા ત્‍યારેજ જોરદાર હિમવર્ષા થતા ફોટોગ્રાફી અધુરી છોડી હિમવર્ષાનો આનંદ લેવા માટે ખુલ્‍લા આસમાન નીચે ઉભા રહી હિમવર્ષાને માણતા માણતા બહાર નીકળતાજ કાશ્‍મીરી ધાબા ઉપર મરજી મુજબની કાઠીયાવાડી ચા સાથે કાશ્‍મીરી તંદુરી બનનો નાસ્‍તો કરી તાજગી અનુભવી.

બેતાબવેલી :

કાશ્‍મીર ખીણમાં આવેલ ટુરીસ્‍ટ પોઇન્‍ટ બેતાબવેલી કુદરતની માનવને બક્ષવામાં આવેલ અનમોલ ભેટ છે.

સાંજના પાંચ વાગ્‍યે પહેલગાંવથી સ્‍થાનીક વાહનમાં બેતાબવેલી જવા માટે નીકળ્‍યા ત્‍યારે ભભચિલ્‍લાઇ કલાનભભ ના કારણે પહેલગાંવની બજાર એકલદોકલ દુકાનો સીવાય સુમસામ ભાસતી હતી.

પહેલગાંવથી આઠ કિલોમીટર પહાડી ઉપર કપરું ચઢાણ કરીને આવેલ બેતાબવેલીના રસ્‍તા ઉપર બંને બાજુ બરફના ઢગલાઓ વચ્‍ચે સ્‍વીર્ટઝરલેન્‍ડના કુદરતી સૌંદર્યને પણ ઝાંખુ પાડે તેવું મનોમીત સૌંદર્ય માણતા માણતા જઇ રભ હતા ત્‍યારે સ્‍વર્ગમાં મહાલતા હોવાનો અહેસાસ થયેલ.

લીડર નદી કિનારે ચારે બાજુની બરફાચ્‍છાદીત પહાડીઓ વચ્‍ચે આવેલ લીડર નદી ભભચિલ્‍લાઇ કલાનભભ ના કારણે હિમ નદીમાં પરિવર્તીત થઇ નદીની ચારે બાજુ ચારચાર ફુટ બરફના થર વચ્‍ચે માઇનસ અગીયાર ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાતા ઠુંઠવાતા પણ સૌંદર્યને માણવાની મજા જીંદગીભર યાદ રહેશે. 

વિશ્‍વ પ્રવાસી તરીકે સ્‍વીર્ટઝરલેન્‍ડ, સ્‍કોટલેન્‍ડ, ન્‍યુઝીલેન્‍ડ, ઓસ્‍ટ્રીયા, આલાસ્‍કા, નેપાળ, ટીબેટ સહિત વિશ્‍વના ટોચના અનેક હિમશીખરો માણવાનો મોકો મળ્‍યો છે તે અનુભવ ઉપરથી એટલું ચોકકસ કહી શકુ કે હિમાલય તેમા પણ કાશ્‍મીરી અંશનો હિમાલયમાં કુદરતે અફાટ સૌંદર્યને મન મુકીને ઠાંસી ઠાંસીને છલોછલ ભરેલ છે, આ કાશ્‍મીરના કુદરતી સૌંદર્યની તોલે વિશ્‍વનું કોઇપણ કુદરતી સૌંદર્યને મુલવી શકાય નહી, કાશ્‍મીરનું કુદરતી સૌંદર્ર્ય અજોડ અને અનમોલ છે એટલે જ કભ્‍ુ છે કે 

અગર ફીરદોસ રૂએ જમી અસ્‍તો

અમીઅસ્‍તો,અમીઅસ્‍તો,અમીઅસ્‍તો

એટલે કે પૃૃથ્‍વી ઉપર જો કયાંય સ્‍વર્ગ હોય તો તે અહીંયાજ છે..અહીંયાજ છે.. અને અહીંયાજ છે.

ભભચિલ્‍લાઇ કલાનભભ ની ઠંડીનો અહેસાસ કરવા માટે ગરમ કપડાને ત્‍યજવા અનીવાર્ય હોવા છતા કેટલીક કાળજીઓ રાખવી જોઇએ. 

કાશ્‍મીરના ત્રીસ વર્ષના રેકોર્ડ તોડતી ઠંડીમાં ભભચિલ્‍લાઇ કલાનભભ માણવા માટે જતા પહેલા પૂર્વ તૈયારી રૂપે ઠંડીથી શરીરને કેળવવા માટે રાજકોટ થીજ અડધી બાયના શર્ટ / ટીશર્ટ પહેરીને પ્રવાસ કરતા શ્રીનગર પહોંચ્‍યા ત્‍યારે તાપમાન માઇનસ ચાર ડિગ્રીમાં હતું છતા શરીરને ઠંડી સાથે કેળવવામાં મુશ્‍કેલી પડી ન હતી.

... ક્રમશઃ (૪)

(2:41 pm IST)