Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

નોકરીમાંથી નિવૃત કરાયેલા તથા જેલવાસ ભોગવી રહેલા પૂર્વ હાઇકોર્ટ જજ સી.એસ.કરણની મદ્રાસ હાઇકોર્ટમાં જામીન અરજી : નિવૃત કરાયા પછી ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી આડેધડ નિવેદનો કર્યા હતા

ચેન્નાઇ :  નોકરીમાંથી નિવૃત કરાયેલા તથા જેલવાસ ભોગવી રહેલા પૂર્વ હાઇકોર્ટ જજ સી.એસ.કરણએ મદ્રાસ હાઇકોર્ટમાં જામીન  અરજી કરી છે.

અરજીમાં તેમણે જણાવ્યા મુજબ તેઓને નિવૃત કરી દેવાતા ડિપ્રેશનમાં આવી ગયા હતા.તેથી આગળ પાછળનો કે પરિણામનો વિચાર કર્યા વિના આડેધડ નિવેદનો કર્યા હતા.

હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સી.એસ. કરણને  મહિલાઓ અને ન્યાયતંત્રની અપમાનજનક ટિપ્પણીઓવાળો  વીડિયો અપલોડ કરવાના આરોપસર  જેલસજા થયેલી છે. જે સામે જામીન મેળવવા તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે.આ અગાઉ તેમણે  મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તથા મદ્રાસ સેશન કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતા તેઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

હાઇકોર્ટમાં તેમણે જણાવ્યા મુજબ તેઓએ  કોઈપણ જાતની અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતો વિડિઓ પ્રસારિત કર્યો નથી.જે કલમ 41 એ ના ભંગ સમાન  હોઈ શકે.

વિશેષમાં અરજીમાં જણાવાયા મુજબ તેઓ નિવૃત્તિ પહેલા અને પછી જેલમાં બંધ હતા તે દરમિયાન ભારે હતાશાનો ભોગ બન્યા હતા.જેના પરિણામે તેમનાથી અયોગ્ય વર્તન થઇ ગયું હતું. તથા આગળ પાછળનો કે પરિણામનો વિચાર કર્યા વિના આડેધડ નિવેદનો થઇ ગયા હતા.

 તેઓને કોવિદ -19 થયો હતો તેથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર લીધા પછી હાલમાં તેઓ જેલમાં બંધ છે.

આ સંજોગોમાં જામીન  આપવા હાઇકોર્ટમાં તેમણે અરજી કરી છે.તથા પોલીસ તપાસમાં પૂરતો સહકાર આપવાની ખાતરી આપી છે.

તેમની જામીન  અરજી આવતા સપ્તાહમાં સોમવારે હાથ ઉપર લેવાઈ શકે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે સી.એસ.કરણ મદ્રાસ તથા કોલકાત્તા હાઇકોર્ટમાં ફરજ બજાવી ચુક્યા છે.તેમજ સુપ્રીમ કોર્ટે ટોચની કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ નિરર્થક આક્ષેપો કરવા બદલ તેમને  છ મહિનાની કેદની સજા ફટકારી હતી. બાદમાં  ડિસેમ્બર 2017 માં તેઓ જેલમાંથી છૂટી હતા.ત્યારપછી ઓનલાઈન અપલોડ કરેલા વીડિયોમાં મહિલાઓ અને ન્યાયતંત્ર સામે તેમની સામે કથિત અપમાનજનક ટિપ્પણી અંગે ગત વર્ષે તેમની  સામે ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)