Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ભારતીય મૂળના પોલીસ અધિકારી રોનિલ સિંહને ટ્રમ્પે નેશનલ હીરો કહીને બિરદાવ્યો

ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા મેક્સિકન મૂળના નાગરિકે હત્યા કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના પોલીસ અધિકારી રોનિલ સિંહને નેશનલ હિરો કહીને બિરદાવ્યા છે.33 વર્ષના રોનિલ સિંહની 26 ડિસેમ્બરે ગોળી મારીને હત્યા કરાઈ હતી.તે વખતે તેઓ ડ્યુટી પર હતા.આ હત્યા ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા મેક્સિકન મૂળના નાગરિકે કરી હતી.

  ટ્રમ્પે રોનિલ સિંહનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે ક્રિસમસ પછીના દિવસે અમેરિકાની દિલ તુટી ગયુ હતુ જ્યારે ગેરકાયદેસર રહેનારાએ પોલીસ અધિકારીની હત્યા કરી નાંખી હતી.જેને દેશમાં રહેવાનો અધિકાર નથી તેણે અમેરિકાના હીરોનુ  જીવન છીનવી લીધી હતુ.

   ટ્રમ્પે આ કિસ્સાનો ઉલ્લેખ કરીને પોતાની સરકાર દ્વારા મેકિસન સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે દિવાલ ઉભી કરવાની જરુર પર ભાર મુક્યો હતો.તેમણે કહ્યુ હતુ કે ઘૂસણખોરોના કારણે પોતાના સ્વજનને ખોનારા આવા સેંકડો પરિવારોને હું મળેલો છું

(8:21 pm IST)