Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

મુંબઇ : સતત બીજા દિવસે બેસ્ટ હડતાળથી પરેશાની

બેસ્ટ કર્મીઓની હડતાળનો પણ અંત આવ્યો : બેસ્ટના ૩૩ હજારથી પણ વધુ કર્મચારીઓની હડતાળના કારણે મુંબઇના જનજીવન પર થયેલી ખુબ પ્રતિકુળ અસર

નવી દિલ્હી,તા. ૯ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં બેસ્ટની હડતાળનો આજે અંત આવ્યો હતો. બેસ્ટના કર્મીઓ પણ જુદી જુદી માંગને લઇને હડતાળ ઉપર ઉતરી ગયા હતા. આજે સતત બીજા દિવસે હડતાળ જારી રહી હતી. જેના કારણે જનજીવન ખોરવાઇ ગયુ હતુ. આ હડતાળના કારણે લોકો અટવાઇ પડ્યા હતા. બેસ્ટની હડતાળના કારણે સેન્ટ્રલ રેલ સીપીઆરઓ દ્વારા વધારાની સબ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. બેસ્ટના ૩૩ હજાર કર્મચારીઓની હડતાળના કારણે મુંબઇમાં જનજીવન ખોરવાઇ ગયુ હતું. દરરોજ લાખો લોકો મુંબઇમાં બેસ્ટની બસમાં મુસાફરી કરે છે. આજે બીજા દિવસે પણ ૧૮૧૨ જેટલી બેસ્ટ બસ માર્ગો પર દેખાઇ ન હતી. જેના કારણે માર્ગો પર સન્નાટો રહ્યો હતો. હડતાળના કારણે બીજા દિવસે  લાખો લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા.  બેસ્ટની હડતાળના કારણે ૨૫ લાખ લોકોને મુશ્કેલી પડી હતી. લાખો યાત્રીઓ અંધાધૂંધીમાં દેખાયા હતા. છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનસ ખાતે યાત્રીઓને બસ શોધવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળના કારણે માર્ગો પર સવારમાં જોરદાર સન્નાટો જોવા મળ્યો હતો.  બેસ્ટ કર્મચારીઓની કેટલીક માંગ રહેલી છે. તેમની મુખ્ય માંગ બેસ્ટ બજેટને બીએમસીના મુળ બજેટમાં સામેલ કરવા માટેની રહેલી છે. આ ઉપરાંત કર્મચારી સેવા આવાસ અને ભરતીને લઇને પણ કેટલીક માંગ કરવામાં આવી ચુકી છે. બેસ્ટના પ્રવકતાએ માહિતી આપતા કહ્યુ હતુ કે ૨૭ ડેપોમાં ૧૮૧૨ બસ મોર્નિંગ સેવા માટે મુકવામાં આવી હતી. જો કે એક પણ બસ ડેપોમાંથી સતત બીજા દિવસે બહાર નિકળી શકી નથી. મહારાષ્ટ્ર સરકારે બેસ્ટની બે સર્વિસને એસ્મા હેઠળ સામેલ કરી છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં જનજીવન પર બેસ્ટની હડતાળના કારણે દરેક વખત અસર થાય છે.

(7:31 pm IST)