Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સામેલ સંદિગ્ધ વ્યક્તિની ફ્રાંસમાંથી ધરપકડ કરાઈ

સંદિગ્ધ ખાલેદ એધ અલ ઓતૈબીની ચાર્લ્સ - દે- ગૉલ ઍરપૉર્ટ ખાતે ધરપકડ

ઇસ્તાંબુલમાં સાઉદી કૉન્સ્યુલેટ ખાતે મૃત અવસ્થામાં મળી આવેલ પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સામેલ હોવાના સંદિગ્ધ સાઉદી અરેબિયાની વ્યક્તિની ફ્રાંસમાં ધકપકડ કરાઈ છે.ફ્રેન્ચ મીડિયાના રિપોર્ટો અનુસાર મંગળવારે સંદિગ્ધ ખાલેદ એધ અલ ઓતૈબીની ચાર્લ્સ - દે- ગૉલ ઍરપૉર્ટ ખાતે ધરપકડ કરાઈ હતી.

સંદિગ્ધ તુર્કી દ્વારા ખાશોગીની હત્યા માટે તુર્કી દ્વારા વૉન્ટેડ જારી કરાયેલી 26 સાઉદી વ્યક્તિઓ પૈકી એક છે.ફ્રેન્ચ મીડિયાના રિપોર્ટો અનુસાર મંગળવારે સંદિગ્ધ ખાલેદ એધ અલ ઓતૈબીની ચાર્લ્સ - દે- ગૉલ ઍરપૉર્ટ ખાતે ધરપકડ કરાઈ હતી.આર. ટી. એલ. રેડિયો અનુસાર સંદિગ્ધ ભૂતપૂર્વ સાઉદી રૉયલ ગાર્ડ છે. જેઓ પોતાના જ નામથી ટ્રાવેલ કરી રહ્યા હતા. તેમની અટકાયત કરી લેવાઈ છે.

નોંધનીય છે કે પત્રકાર ખાશોગી રિયાધની સરકારના જાણીતા ટીકાકાર હતા. તેમની ઑક્ટોબર, 2018માં હત્યા કરાઈ હતી.

સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે વૉશિંગટન પોસ્ટના ભૂતપૂર્વ પત્રકારની તેમને કિંગડમમાં પાછા ફરવા માટે સમજાવવા ગયેલ એજન્ટ્સની ટીમના એક 'અવાંછિત મિશન'માં હત્યા થઈ હતી.

પરંતુ તુર્કીના અધિકારીઓએ કહ્યું હતું કે સાઉદી અરેબિયાની સરકારની ટોચની વ્યક્તિઓના હુકમનું જ એજન્ટોએ પાલન કર્યું હતું.

એક સમયે ખાશોગી સાઉદી શાહી પરિવારના ખૂબ જ નજીકના હતા અને તેમના સલાહકાર હતા પરંતુ પછી તેમના સંબંધ ખરાબ થઈ ગયા હતા

59 વર્ષના સાઉદી પત્રકાર ઑક્ટોબર 2018માં ઇસ્તંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસની ઑફિસ ગયા હતા જ્યાં તેમને પોતાના વ્યક્તિગત દસ્તાવેજ લેવાના હતા. તે દસ્તાવેજોના આધારે તે પોતાની તુર્કીની ફિયાન્સે હતીત જેંગ્ગિઝ સાથે લગ્ન કરી શકે.

કથિત રીતે એવું માનવામાં આવી રહ્યું હતું કે ક્રાઉન પ્રિન્સના ભાઈ પ્રિન્સ ખાલિદ બિન સલમાને તેમને આશ્વાસન આપ્યું હતું કે તુર્કીમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં જવું ખૂબ જ સુરક્ષિત હશે.

પ્રિન્સ ખાલિદ આ સમયે અમેરિકામાં સાઉદી અરબના રાજદૂત હતા. જોકે પ્રિન્સ ખાલિદ આ વાતને માનવાથી નકારતા આવ્યા છે કે તેમનો પત્રકાર ખાશોગી સાથે કોઈ પ્રકારનો સંપર્ક થયો હતો.

સાઉદી અરબના વકીલોએ કહ્યું હતું કે શરૂઆતના સંઘર્ષ પછી ખાશોગીને વિપુલ પ્રમાણમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને ડ્રગ ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

સાઉદી અરબના વકીલોએ કહ્યું હતું કે શરૂઆતના સંઘર્ષ પછી ખાશોગીને વિપુલ પ્રમાણમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને ડ્રગ ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

આ પછી તેમના મૃત શરીરના ટુકડા-ટુકડા કરી નાખવામાં આવ્યા અને સાઉદી દૂતાવાસની બહાર હાજર એસ સ્થાનિક સૂત્રને તેમનું શરીર આપી દેવામાં આવ્યું. જોકે ખાશોગ્જીનો મૃતદેહ આજ સુધી મળ્યો નથી.

તુર્કીના ગુપ્તચર વિભાગે પોતાની પાસે આ હત્યાકાંડ દરમિયાન થયેલી વાતચીતનો ઑડિયો રેકૉર્ડિંગ હોવાનો દાવો કર્યો હતો અને પછી તુર્કીએ આ ઑડિયો ક્લિપને સાર્વજનિક કરી દીધી હતી જે પછી લોકોને આની જાણકારી મળી.

એક સમયે ખાશોગી સાઉદી શાહી પરિવારના ખૂબ જ નજીકના હતા અને તેમના સલાહકાર હતા પરંતુ પછી તેમના સંબંધ ખરાબ થઈ ગયા હતા અને તે વર્ષ 2017માં અમેરિકા જતા રહ્યા ત્યાં નિર્વાસનમાં રહેવા લાગ્યા.

અમેરિકાથી જ તેઓ વૉશિંગટન પોસ્ટમાં એક માસિક કૉલમ લખતા હતા જેમાં તે સાઉદી ક્રાઉન પ્રિન્સની નીતિઓની ટીકા કરતા હતા.

પોતાની પહેલી કૉલમમાં ખાશોગીએ લખ્યું હતું કે તેમને એ વાતનો ડર હતો કે અસહમતીને દબાવવાના પ્રયત્નોમાં પણ તેમની ધરપકડ કરી શકાય છે, જેની દેખરેખ તેમના મુજબ ક્રાઉન પ્રિન્સ પોતે કરી રહ્યા હતા.

(1:06 am IST)